અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 250 કરોડમાં થયો એક પ્લોટનો સોદો
10 હજાર સ્ક્વેર યાર્ડનો પ્લોટ 250 કરોડમાં વેચાયાના અહેવાલ મળ્યા એટલે કે પ્રતિ ચોરસ વાર 2.5 લાખ રૂપિયા
અમદાવાદ, કોરોના કાળ પછી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી બૂમ જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ક્રેડાઈ અને ગિહેડના અહેવાલ મુજબ અમદાવાદમાં નવા ઘરની ઇન્ક્વાયરી અને ખરીદીમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. Bodakdev plot sells for whopping 250 crore in Ahmedabad Gujarat
જાેકે તેની પાછળનું એક કારણ એ પણ છે કે બિલ્ડર્સ અને ડેવલોપર્સની સંસ્થા ક્રેડાઈ દ્વારા ૨ એપ્રિલથી પ્રોપર્ટીના ભાવમાં દર ચોરસ ફૂટે ૩૦૦થી ૫૦૦ રુપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક પ્લોટ રુ. ૨૫૦ કરોડમાં વેચાયાના અહેવાલ સાંપડી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વર્ષમાં જમીનનો આ સૌથી મોંઘો સોદો છે. In what is pegged to be the most expensive land deal in the Bodakdev area of Ahmedabad, the sale of a 10,000 square yard plot in the area was closed recently for a whopping Rs 250 crore or Rs 2.5 lakh a square yard, according to sources in the real estate industry.
રિયલ એસ્ટેટ ક્ષેત્રના સુત્રો મુજબ બોડકદેવમાં એક ૧૦,૦૦૦ સ્ક્વેર યાર્ડના પ્લોટનું તાજેતરમાં વેચાણ થયું છે. જેને સોદો રૂ. ૨૫૦ કરોડ અથવા રૂ. ૨.૫ લાખ પ્રતિ ચોરસ યાર્ડમાં કરવામાં આવ્યો હતો. આ પ્લોટ માધવ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે અમદાવાદમાં જમીનનો આ સૌથી મોટો સોદો છે. બીજી તરફ માધવ ગ્રૂપના મુખ્ય પ્રમોટર અમિત પટેલે આ પ્લોટ ખરીદ્યાનું સ્વિકારતા જણાવ્યું હતું કે, ”અમે તાજેતરમાં આ પ્લોટ ખરીદ્યો છે અને તેના પર રહેણાંક પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. અમે લગભગ ૨૬૦ એપાર્ટમેન્ટ્સ સાથે ૩૦-૩૨ માળની રહેણાંક ઇમારત બનાવીશું.
જાે કે પટેલે આ પ્લોટનો સોદો કેટલા રુપિયામાં થયો હોવાનું જાહેર કર્યું ન હતું. હા તેમણે એટલું જરુર જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ૩૫૦ કરોડ રૂપિયા જેટલો થશે.
રિયલ એસ્ટેટ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે શહેરમાં લાંબા સમય બાદ આટલો મોટો જમીનનો સોદો નોંધાયો છે અને તેના કારણે માર્કેટમાં ફરી તેજીની બૂમ જાેવા મળશે તેવું કેટલાક જાણકારો માની રહ્યા છે.
બજારના સૂત્રો કહે છે કે જે પ્લોટની આ ડીલ થઈ છે તે બોડકદેવમાં ૩૬-મીટર રોડની બાજુમાં આવેલો છે અને તેમાં ૪ની માન્ય FSI છે. અમદાવાદ સ્થિત રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, ”પ્લોટિંગ સ્કીમ્સની માંગ વધુ હોવા છતાં, દિવાળી પછી અમદાવાદમાં જમીનના કોઈ મોટા સોદા થયા નથી.
પરંતુ આવો એક મોટો સોદો ડેવલોપર્સમાં મુખ્ય રોડની નજીક નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે વધી રહેલી રુચિને દર્શાવી રહ્યો છે, જ્યાં સામાન્ય રીતે ઉંચી FSI મળે છે.
અમદાવાદની પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને કર્ણાવતી કલ્બથી સરદાર પટેલ રીંગ રોડ, રાજપથ ક્લબથી રીંગ રોડ અને પકવાન ચાર રસ્તાથી રીંગ રોડ સુધીનો વિસ્તાર હાલ ડેવલોપરો માટે હોટ ફેવરીટ છે. આ રસ્તાઓ ઉપર ફ્લેટોની કિંમત 2 કરોડથી 6 કરોડ સુધી પહોંચી ગઈ છે.
આ ઉપરાંત તેમણે આગળ ઉમેર્યું કે ”અમદાવાદમાં હાઈ-એન્ડ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની માંગ વધી છે, ખાસ કરીને મહામારી પછી, લોકો પોતાના ઘરને અપગ્રેડ કરીને મોટા કરવા માગે છે જેના કારણે આગામી દિવસોમાં, આપણે ઘણા રિડેવલોપમેન્ટ્સ પ્રોજેક્ટ્સ પણ અમલમાં મૂકાતા જાેઈ શકીએ છીએ.
અમદાવાદમાં ઉપલબ્ધ જમીનની અછતને કારણે ડેવલપર્સ જૂની રેસિડેન્શિયલ સોસાયટીઓ સાથે બાય-આઉટ સોદા સીલ કરી શકે છે.” તેમ કન્સલ્ટન્ટે ઉમેર્યું હતું.SSS