Western Times News

Gujarati News

બોડકદેવ-સિંધુભવન રોડ 12મી જાન્યુ.એ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન કરાશે

શહેરમાં વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન અપાયા-અમદાવાદ શહેરમાં ૧૨ જાન્યુઆરીએ યોજનારી મેરેથોન દોડને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ શહેરમાં આગામી તા.૧૨/૦૧/૨૦૨૫ ના રોજ લોકોમાં આરોગ્ય તથા તંદુરસ્તીની જાગરૂકતા લાવવા બોડકદેવ-સિંધુભવન રોડ ઉપર સફલ કન્ટ્રકશન પ્રા.લી. દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવનાર હોય જે ઇવેન્ટ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન કરવામાં આવે છે.

હું, શરદ સિંઘલ, IPS, ઇ/ચા.પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩(૧)(બી)(સી)ની સત્તા અન્વયે આગામી તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ સફલ કન્સ્ટ્રકશન પ્રા.લી. દ્વારા અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

૧. ઓરનેટ પાર્ક-૨ સામે ગ્રાઉન્ડ થી ચાઈનીઝ મેક્ષીકન ચાર રસ્તા થઈ ઓરનેટ પાર્ક કટથી જમણી બાજુના તાજ સ્કાય લાઈન તરફના જમણી બાજુના રોડ થઇ તાજ સ્કાઈ લાઈન થી પરત ઉપરોક્ત રોડ ઉપર ગોટીલા ગાર્ડન કટ થઇ ઝાઝરમાન ચાર રસ્તા થી ડાબી બાજુવળી બાગબાન ચાર રસ્તા થઇ સિલ્વર રેડીયન્સ ચાર રસ્તા થી ડાબી બાજુ વળી રેલ્વે ઓવરબ્રિજ થઇ શુકન મોલ ચાર રસ્તા થી ડાબી બાજુ વળી સાયન્સ સીટી રોડ થઈ સાયન્સ સીટી બસ સ્ટેન્ડ ચાર રસ્તા થી ડાબી બાજુ વળી સાયન્સ સીટી ગેટ નં.૫ સામે થઇ અમાયા નવી બનતી સાઈડ સુધીનો ડાબી બાજુનો માર્ગ/રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

૨. ઓરનેટ પાર્ક-૨ સામે ગ્રાઉન્ડ થી ચાઈનીઝ મેક્ષીકન ચાર રસ્તા થી ડાબી બાજુ વળી ગ્રીન ફિલ્ડ બંગલો થઈ શોહમ પ્રેટીસ ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ/રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત

૧. આ રૂટના વૈકલ્પિક માર્ગ તરીકે આ રૂટ ઉપરના જમણી બાજુના માર્ગ/રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.

૨. ઓરનેટ પાર્ક-૨ સામે ગ્રાઉન્ડ થઇ મેપલ કાઉન્ટી ત્રણ રસ્તા થી જમણી બાજુ વળી બોડકદેવ પોલીસ સ્ટેશન સામે થઇ તશશિલા ચાર રસ્તા સુધીના રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.

અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામુ લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૨/૦૧/૨૦૨૫ના સવાર કલાક ૦૪.૦૦થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુકત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરવાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.