મધ્ય ગુજરાતમાં આભ ફાટ્યું: બોડેલીમાં ૧૭ ઈંચ વરસાદ
પાવીજેતપુરમાં ૧૧ ઈંચ અને છોટાઉદેપુરમાં ૧૦ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ-મધ્ય ગુજરાતની મોટાભાગની નદીઓમાં પુરની સ્થિતિ
બોડેલીમાં ઘરોમાં પાણી ઘુસ્યાઃ ૪૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ અનેક રસ્તાઓ બંધ કરાયાઃ રેલ્વે ટ્રેક પણ ધોવાયો
(એજન્સી) અમદાવાદ, છેલ્લા ત્રણ દિવસથી મધ્ય ગુજરાતમાં અસહ્ય બફારા વચ્ચે છુટોછવાયો વરસાદ પડતો હતો પરંતુ ગઈકાલ મોડી રાતથી જ વાતાવરણમાં પલ્ટો આવતા સમગ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો
છોટા ઉદેપુરમાં @GujaratPolice દેવદૂત બની,
દીવાન ફળિયામાં ફસાયેલા લોકોનું બોડેલી PSI એ.એસ.સરવૈયા રેસ્ક્યુ કર્યું,
પોતે પાણ માં જઈને લોકોને ખભે બેસાડીને જીવ બચાવ્યા,#GujaratRain @ChhotaudepurSP @sanghaviharsh @dgpgujarat pic.twitter.com/So5cdOsC55
— Siddharth Dholakia (@SidDholakia) July 10, 2022
આજે સાંજ સુધીમાં સૌથી વધુ બોડેલીમાં ૧૭ ઈંચ, પાવીજેતપુરમાં ૧૧ ઈંચ, છોટાઉદેપુરમાં ૧૦ ઈંચ તથા પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોડેલીમાં તો જનજીવન સંપૂર્ણ ઠપ થઈ ગયું છે અને અનેક ઘરોમાં પાણી ઘુસી જતાં સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ રાજયના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આજે મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયો છે તથા મોટાભાગની નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે જયારે તળાવો છલકાઈ જવાની તૈયારીમાં છે.
છોટા ઉદેપુર: ભારે વરસાદને કારણે પલાસણી કલીડોલી વચ્ચેના પુલનો એપ્રોચ તૂટી ગયો
નસવાડી તાલુકાના પલાસણી પાસે પુલ તૂટવાથી લોકોને મુશ્કેલી@DDOCUdepur @collectorcu #GujaratRains #Gujarat pic.twitter.com/9TeNdy9FsS
— SANJAY DESAI 🇮🇳 (ᴢᴇᴇ ᴍᴇᴅɪᴀ) (@rabari_26) July 11, 2022
સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પરિસ્થિતિ ઉપર નજર રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૧૭ ઈંચ, પાવી જેતપુર અને કવાંટમાં ૧૧-૧૧ ઈંચ, છોટાઉદેપુરમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે.
નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં ૫-૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતાં આજની આવતી અને જતી પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત પણે વરસી રહ્યો છે. આજે સવારે ૬ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં ૧૬ ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે અને છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાઈએ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
પાવી જેતપુર અને બોડેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. બોડેલીમા સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ કરી છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
મેઘરાજાએ મન મૂકીને વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે. બોડેલીના રાજનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં ૪૦ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. બોડેલીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ભારે વરસાદને પગલે પલાસની કાળીડોળી પુલનો એપ્રોચ ધોવાઈ ગયો છે. ભારે વરસાદમાં પુલનો એપ્રોચ તૂટતાં રસ્તો બંધ થઈ ગયો છે. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો છે.
ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર રસ્તા બંધ કર્યાં છે, ત્યારે બોડેલી-વડોદરા હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. બોડેલી પાસે કડીલા ખાતે કોતરમાં ધસમસતા પાણી રોડ ઉપર ફરી વળતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ, તંત્ર દ્વારા મોટા વાહનોને જીવના જાેખમે ધસમસતા પાણીમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે.
પાવી જેતપુરમાં ઝાબ ગામનું કોતર છલકાયું છે. જેને પગલે ઝાબ ગામ બે ભાગમાં વહેચાઈ ગયું છે. ઝાબ ગામમાં કોતરમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારે વરસાદને પગલે રાજવાસના ડેમ ઓવર ફલો થઈ ગયો છે. રાજવાસના ડેમ ઓવર ફલો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
બોડેલી તાલુકાના ઝંડ હનુમાન ખાતે કોતરમાં પાણી આવી જતા ભક્તો ફસાઈ ગયા છે. હજુ વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકો માટે કોઈ કાર્યવાહી ન કરતા ભક્તોમાં રોષ જાેવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર રસ્તા બંધ થઈ ગયા છે. વહીવટી તંત્રએ પાણી ભરાયેલા ૧૬ રસ્તા બંધ કરાવ્યા છે. નસવાડીના ૧૨, બોડેલીનો ૧, કવાંટના ૨, સંખેડાનો ૧ રસ્તા બંધ કરાવ્યો છે.