બોગસ બિલિંગ કૌભાંડમાં સી.એ. તથા પેઢી માલિકોની ધરપકડ
કાગળ પર પેઢીઓ ઉભી કરી ટોળકીએ ૬.૭૧ કરોડની વેરાશાખ મેળવી લીધી
રાજકોટ, સમગ્ર દેશમાં ફેલાયેલા બોગસ બીલીગ કૌભાંડમાં ભાવનગર સેન્ટ્રલ જીએસટીની ટીમે મોરબીના એક સી.એ. તેમજ બે પેઢી માલીકોની ધરપકડ કરી છે. આ સાથે સી.એ.ને ત્રણ દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો છે.
ભાવનગર બોગસ બીલીગ મામલે એ.પી. બની રહયું છે. ભાવનગર સેન્ટ્રલ જીએસટીએ બનાવટી જવેલરીરના ધંધામાં સંડોવાયેલી જુનાગઢ અને પોરબંદરમાં શંકાસ્પદ કંપનીઓ અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટસની ઓફીસો અને રહેઠાણો પર દરોડા પાડયા હતા.
જેમાં ચાર પેઢીઓ માત્ર કાગળ પર હોવાનું બહાર આવ્યું હતું. આ કંપનીઓ દ્વારા રીવર્સ ડયુટી ટેક્ષ સ્ટ્રકચર હેઠળ રૂ.૯.૪૧ કરોડના દાવો કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં રૂ.૬.૭૧ કરોડનું રીફંડ મળ્યું છે.
ભાવનગર સેન્ટ્રલ જીએસટીને નકલી જવેલરીના ઉત્પાદન સાથે સંકળાયેલા કેટલાક નવા નોધાયયેલા અને કરદાતાઓ વિશે જાણવા તપાસ કરીને કરદાતાઓના રહેઠાણ અને વ્યવસાયના સ્થળો પર સર્ચ શરૂ કર્યયું હતું. સેન્ટ્રલ જીએસટીને જાણવા મળ્યું હતું કે, જુનાગઢમાં કોટીલા ચંદ્રેશ જીલુભાઈના નામે મેસર્સ વીરજી એન્ટરપ્રાઈઝ પોરબંદરમાં હીતેશ કુલીનભાઈ જેઠવાના નામે મેસર્સ ત્રિશા એન્ટરપ્રાઈઝ જુનાગઢમાં આનંદ સુરેશભાઈ નામે કિષ્ના એન્ટરપ્રાઈઝ અને મિશ્રી એન્ટરપ્રાઈઝ નોધાયેલી છે.
આ સાથે પોરબંદરમાં શેખ તોફીકના નામે ધંધાકીય સ્થળો અને રહેઠાણો પર સર્ચ કરવામાં આવ્યું હતું. આઅ પેઢીઓના ખાતા સંભાળતા મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીન સદાણીના ઘર અને ઓફીસ પર પણ સર્ચ કરવામાં આવ્યું હતું. વિભાગ દ્વારા તપાસ દરમ્યાન આ પેઢીઓ કોના નામે નોધાયોલી હતી. તેઓએ કબુલ્યું હુતં. કે તેઓએ આ પેઢીઓ માત્ર કાગળ પર બનાવી છે.
સેન્ટ્રલ જીએસટી દ્વારા આ પેઢીના માલીકોના ઘરની પણ તપાસ કરાતા ઘરમાંથી સીમકાર્ડ, મોબાઈલ ફોન, વિવિધ કંપનીના રબર સ્ટેમ્પ જેવા વિવિધ ગુનાહીત દસ્તાવેજો મળી આવ્યા હતા.
સમગ્ર કૌભાંડ પાછળ મુખ્ય સુત્રધાર જણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બીપીન સદાણી અને વીરજી એન્ટરપ્રાઈઝના કોટીલા ચંદ્રેશ જીલુભાઈ અને ત્રિશા એન્ટરપ્રાઈઝના હીતેશ કુલીનભાઈ જેઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે.