મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર હાડવૈદના નામે ખોટી રીતે દવા આપતો બોગસ ડોકટર પકડાયો
લણવામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો
પાટણ, એસ.ઓ.જી. પાટણના પોલીસ કર્મચારીઓ ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બાતમી આધારે ચાણસ્મા પો.સ્ટે.ના લણવા ગામે અલ્કેશભાઈ અંબાલાલ પટેલ (ઉ.વ.૪૦) (મુળ રહે. મેરવાડા, તા.ચાણસ્મા, જી. પાટણ, હાલ રહે.
મહેસાણા, મકાન નં.૩૦, સૌદર્ય સિલ્વર સોસાયટી, કાશી વિશ્વનાથ)ની બાજુમાં રાધનપુર રોડ, તા.જી. મહેસાણા-લણવા) ગામના બસ સ્ટેશન પાસે આવેલ શોપિંગ સેન્ટર દુકાન નં.૦૬માં મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર હાડવૈદના નામે ખોટી રીતે તાવના, શરદીના, દુઃખાવાના નામે ઈંજેકશન આપી બીમાર લોકોને તપાસી દવા તથા ઈંજેકશન આપતા હતા.
દરમિયાન પોલીસે દવાઓ મળી કુલ કિ. રૂ.૧૧૬૩૧/- નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી તથા મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ મુજબનો ગુન્હો કરેલ હોય તેની અટકાયત કરી ચાણસ્મા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવતા તપાસ ચાણસ્મા પોલીસ ચલાવી રહેલ હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવા રજૂઆત ઃ પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખીને વિદ્યા સહાયક ધો.૧ થી પ ની ભરતીમાં જગ્યા વધારવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્ય દ્વારા લખેલ પત્રમાં જણાવ્યું છે કે, વિદ્યા સહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ રજૂઆત કરેલ છે કે, આગામી સમયમાં વિદ્યા સહાયકોની સરકાર દ્વારા ભરતી થનાર છે જેમાં ધો.૧ થી પ માં ઓછી જગ્યા ભરવામાં આવે છે.