Western Times News

Gujarati News

બોગસ ઈનવોઈસ મુદ્દે ૧ર૦૦ વેપારીને GSTની નોટિસો: ર૦૧૭-૧૮ના વ્યવહારો અંગે ખુલાસો મંગાયો

(એજન્સી)અમદાવાદ, ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ અને સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ સાથે મળીને ર૦૧૭-૧૮ના વર્ષના વ્યવહારો અંગે અમદાવાદ સહિત રાજ્યના અંદાજે ૧૧૦૦થી ૧ર૦૦ વેપારીને શોકોઝ નોટિસ અપાઈ છે. ખોટી આઈટીસી, બોગસ ખરીદી જેવા મુદ્દા પર નોટિસ અપાઈ છે.

કરદાતાએ ખોટી રીતે મેળવેલી આઈટીસીની રકમ પર ૧૮ ટકા લેખે ૭ વર્ષનું વ્યાજ, ટેકસ અને તેટલી જ પેનલ્ટી ભરવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ ખોટા બિલ આપનારના સ્ટેટમેન્ટના આધારે તેમની સાથે વ્યવહાર કરનાર વેપારીઓએ ખોટી ક્રેડિટ લીધી હોવાનું અનુમાન કરી આઈટીસીની નોટિસ અપાઈ છે જે વેપારીઓને નોટિસ મળી છે.

તેમણે કોઈના વિશ્વાસે માલ ખરીદી આગળ વેચાણ કર્યું હતું તેમ છતાં બોગસ વ્યક્તિના નિવેદન ઉપરથી આ ડિમાન્ડ કરવામાં આવતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વેપારીઓનું કહેવું છે કે, આ બાબતે ડિપાર્ટમેન્ટે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર અને નિવેદન લીધા વગર શોકોઝ નોટિસ ફટકારી એક તરફી કાર્યવાહી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.