બોગસ માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ
દિલ્હીથી પકડાયેલ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતા
ખેડા, ખેડા જિલ્લામાંથી સામે આવેલા બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડમાં ખેડા ન્ઝ્રમ્ની ટીમે મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરી છે. ખેડા ન્ઝ્રમ્ની ટીમે છટકુ ગોઠવી આરોપી ડૉ અખિલેશ પાંડેને ઉત્તરાખંડના દહેરાદુનથી દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હીથી પકડાયેલ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતો.
ખેડા ન્ઝ્રમ્ની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. રિમાન્ડ દરમિયાન બોગસ માર્કશિટ કૌભાંડના આરોપી પાસેથી મોટા ખૂલાસા થઈ શકે છે. ગુજરાતમાં ક્યા ક્યા જિલ્લાઓમાં આરોપીઓએ કોને કોને ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની ખેડા ન્ઝ્રમ્ની ટીમ તપાસ કરશે.
આરોપી ડૉ અખિલેશ પાંડે ફોન અને વોટ્સઅપ દ્વારા હરીશ શર્મા ઉર્ફે રાજકુમારને માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો. ડૉ અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડે અગાઉ પણ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણા સહિતના શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ, કોલ ડિટેલ્સ ઓનલાઈન લેવડદેવડ દ્વારા તપાસ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે ખેડા ન્ઝ્રમ્ને સર્ચ દરમિયાન ધોરણ-૧૦ અને ૧૨ના સમકક્ષ સર્ટિફિકેટ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ન્ઝ્રમ્ને સર્ચ ઓપરેશન દરમિયાન નીઓઝ નામની દિલ્લી બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટ પોલીસે કબજે લીધી હતી. આ સાથે ન્ઝ્રમ્એ ડાકોરમાંથી એક શખ્સને રાઉન્ડઅપ કરી અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી હતી. ન્ઝ્રમ્એ ઝડપેલા શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.