Western Times News

Gujarati News

બોગસ NOC મામલે AMC એસ્ટેટ ખાતા પાસે વિગતો મંગાવતી લીગલ કમિટી

વર્ષોથી આંખ આડા કાન કરનારા મધ્ય ઝોનના જવાબદાર કર્મીઓ નિવૃત્ત થઈ ગયાં

(એજન્સી)અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં અનેક પ્રાચીન સ્થાપત્યો આવેલાં છે. જેની આસપાસ બાંધકામ કરવા માટે કેન્દ્રીય પુરાતત્વ ખાતાની મંજૂરી ફરજીયાત છે. જેમાં કેટલાક લેભાગુ તત્વોએ પુરાતત્વ ખાતાની બોગસ એનઓઅસી રજુ કરી બાંધકામો કરી દીધાના આક્ષેપો વચ્ચે મ્યુનિ. લીગલ કમીટીએ બોગસ એનઓસી અને ત્યારબાદની સ્થિતી અંગે વિગતવાર રીપોર્ટ માગતા મધ્ય ઝોન એસ્ટેટ-ટીડીઓ ખાતામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મ્યુનિ. લીગલ કમીટીના ચેરમેન પ્રકાશ ગુજર્રે જણાવ્યું હતું કે, મ્યુનિ. કચેરી સામે જ મુખ્ય માર્ગ પર અંજુમન સ્કુલની બાજુમાં સલમાન એવન્યુ નામની બિલ્ડીગ બનાવનારે પુરાતત્વ ખાતાની બોગસ એનઓસી રજુ કર્યાનો પર્દોફાશ ર૦૧૯માં થયો હતો મધ્ય ઝોન એસ્ટેટ ખાતાએ રર યુનીટ મકાન ને સીલ મારી સમગ્ર મામલો અભરાઈએ ચઢાવી દીધો હતો.

આ કિસ્સામાં કોર્ટ કેસ થયો હોવાનું કારણ આગળ ધરીને તોડફોડ જેવી બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. લીગલ કમીટી ચેરમેને વધુ વિગતો આપતાં કહયું કે, મ્યુનિ. કચેરી સામેનાં મુખ્ય રોડ પર સલમાન એવન્યુ નામની સ્કીમને ર૦૧પમાં ૯.૧ર મીટરની ઉચાઈની મંજુરી મળી હતી. જજે ર૦૧૭માં અચાનક ર૦.પ૭ મીટર થઈ ગઈ હતી.

આ મામલે પુરાતત્વ ખાતાની બોગસ એનઓસી રજુ કરી ઉંચાઈની મંજૂરી મેળવી લેવાયોનો પર્દાફાશ ર૦૧૮માં થયા બાદ મ્યુનિ.તંત્રર દ્વારા નવી દિલ્હી પુરાતત્વ ખાતા પાસે એનઓસીની ખરાઈ કરાવવામાં આવતા એનઓસી બોગસ હોવાનું પુરવાર થયું હતું. કેન્દ્રીય પુરાતત્વ ખાતાનાં રીપોર્ટ બાદ મ્યુનિ. દ્વારા આ બિલ્ડીગના એન્જીનીયર કેતન વડોદરીયાનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

તેમજ દેખાડા ખાતર બિલ્ડીગમાં બનેલા ૩૦ યુનીટ પૈકી રર યુનીટને સીલ કરવામાં આવ્યા હતા. આટલી કામગીરી કરીને મ્યુનિ. દ્વારા બધુ ભુલાવી દેવામાં આવ્યું હતું. બીજી તરફ સીલ કરાયેલા રર યુનીટ પૈકી મોટાભાગનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ થઈ રહયો છે. પરંતુ એસ્ટેટ ખાતાને સીલ કરેલાં યુનિટની શું સ્થિતી છે તે પણ ખબર નથી. આથી આ મામલો કોર્ટ કેસને લગતો હોવાથી લીગલ કમીટીએ કોર્ટ કેસ ચાલ છે.

કેમ તેમજ આ કિસ્સામાં તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી તેવી વિગતો માગતાં મધ્ય ઝોન એસ્ટેટ ખાતામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વર્તમાન અધિકારીઓ એવું કહી રહયાં છે કે, આ પ્રકરણમાં બધુ છાવરનાર અધિકારીઓ નિવૃત્ત થઈ જલસા કરી રહયાં છે. અને જવાબો અમારે આપવાનાં થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.