8 વાર મતદાન કરનાર છોકરો આખરે ઝડપાયો (જૂઓ વિડીયો)
(એજન્સી)લખનૌ, દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે આજે દેશના ૬ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનનો પાંચમો રાઉન્ડ થઈ રહ્યો છે. લોકસભાની ૪૯ બેઠકો પર અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર લાગેલું છે. જેમાં યુપીની અમેઠી અને રાયબરેલી સીટ પણ સામેલ છે. રાયબરેલીથી રાહુલ ગાંધી પોતે મેદાનમાં છે.
Opposition parties in Uttar Pradesh have raised objection over a purported video of a youngster in Farukhabad Lok Constituency casting his vote 8 times in favour of the BJP. No official statement from the Election commission. pic.twitter.com/e0XG4K3CKx
— Piyush Rai (@Benarasiyaa) May 19, 2024
બિહાર અને મહારાષ્ટ્રમાં પણ કેટલીક હાઈપ્રોફાઈલ સીટો છે. ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપના ઉમેદવારને ૮ વખત મત આપ્યાં હતાં. એટલું જ નહીં આ મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા. જેને કારણે ચૂંટણી પંચે કડક કાર્યવાહી હાથ ધરી છે.
એક આંકડો એવું પણ દર્શાવે છેકે, જો પાંચમાં તબક્કાની કુલ 49 સીટો પર 63 ટકા મતદાન થશે તો છેલ્લાં 15 વર્ષનો રેકોર્ડ તૂટી જશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે ના રોજ થશે. જેમાં દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં, મોદી સરકારના મંત્રીઓ રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, પીયૂષ ગોયલ તેમજ ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડી જેવા દિગ્ગજ નેતાઓની બેઠકો પર મતદાન થયું હતું.