BoIએ ગિફ્ટ સિટીમાં સેન્ટ્રલાઇઝ્ડ ફોરેન એક્સચેન્જ બેક ઓફિસ સ્થાપિત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/BOI-7-5-2022.jpg)
ગાંધીનગર, સરકારી ક્ષેત્રની અગ્રણી બેંક, બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સેન્ટ્રલાઇઝ ફોરેન એક્સચેન્જ બેક ઓફિસ (FE-BO) સ્થાપિત કરી છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી એ કે દાસે બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સ્વરૂપ દાસગુપ્તાની ઉપસ્થિતિમાં FE-BOના નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.
બેંક ભારતીય નિકાસકારો અને આયાતકારોની મોટી ફ્રેન્ચાઇઝ ધરાવે છે. નિકાસકારો અને આયાતકારોની જરૂરિયાતો પૂરી કરવા બેંક ભારતમાં 200+ AD શાખાઓ ઉપરાંત 45 વિદેશી શાખાઓ તેમજ 250+ કરસ્પોન્ડન્ટ બેંકોનું મજબૂત નેટવર્ક ધરાવે છે.
FE-BO ભારતમાં તમામ શાખાઓમાંથી ઓરિજિનેટ થતા આંતરરાષ્ટ્રીય વેપારનું સંચાલન કરશે. પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં શ્રી દાસે જણાવ્યું હતું કે, FE-BO બેંકને કુશળતા ઊભી કરવામાં અને બેંકના કિંમતી ગ્રાહકોને વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવામાં મદદરૂપ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અખિલ ભારતીય સ્તરે ફોરેક્સ વ્યવસાયના વ્યવહારોનો લાભ મેળવીને, FE-BOમાં ઇન્ક્યુબેશન સેન્ટર નવા ગ્રાહકને અનુકૂળ ઉત્પાદનો ડિઝાઇન કરશે. FE-BO ગ્રાહકો સાથે સક્રિયપણે જોડાશે અને લેટેસ્ટ નિયમનકારક માર્ગદર્શિકાઓ/આંતરરાષ્ટ્રીય વેપારી પદ્ધતિઓ જણાવશે.
આ પ્રસંગે બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સ્વરૂપ દાસગુપ્તાએ કહ્યું હતું કે, બેંક ગ્રાહકોને સક્ષમ બનાવીને સંપૂર્ણ વેપારી ધિરાણ સમાધાનનો અમલ કરવાની પ્રક્રિયામાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલ વેપારી ધિરાણ અને ફોરેક્સ વ્યવહારમાં ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપશે.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઇન્ટરનેશલ ડિપાર્ટમેન્ટના ચીફ જનરલ મેનેજર શ્રી મોનોજ દાસ, ફોરેન બિઝનેસ ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજર શ્રી રાઘવેન્દ્ર કુમાર અને એનબીજી-ગુજરાતના જનરલ મેનેજર શ્રી આર એમ પાંડે પણ ઉપસ્થિત હતાં.
ડીજીએમ અને FE-BOના ઇનચાર્જ શ્રી હન્વંત કે ઠાકુરે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરીને FE-BOને સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવાની ખાતરી આપી હતી.