પૂજારીએ ધાર્મિક વિધિના નામે બાળક પર ઉકળતું દૂધ રેડ્યું
પૂજારી ગરમ ફીણ બાળકના ચહેરા પર લગાડી દે છે, ગરમ વસ્તુ ચહેરા પર અડતાની સાથે જ બાળક રડવા લાગે છે.
બલિયા, દેશમાં આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આ વાતનો પુરાવો ઘણી વખત સામે આવી ચૂક્યો છે. આજે ફરી એક વખત એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જાેઈને તમારું લોહી પણ ઉકળી જશે. ધર્મના નામે ચાલતા ધતિંગનો પરદાફાસ કરતો આ વીડિયો ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. Boiling milk was poured on the child in the name of ritual
બલિયા જિલ્લાના એક ગામનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે. આ વીડિયોમાં એક ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન એક પુજારી બાળક સાથે અમાનુષી વર્તન કરે છે. પૂજારી નાનકડા બાળકને ઉકળતા દૂધથી નવડાવે છે.હચમચાવી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા પછી વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં જે પુજારી જાેવા મળે છે તે વારાણસીના હોવાનું સામે આવ્યું છે.
A hindu ritual of pouring boiling hot milk on child. It was there in youtube shorts and people were supporting the ritual in comments . Can someone tell the logic behind it?
byu/Pale_Rest2423 inatheismindia
વીડિયોમાં જાેઈ શકાય છે કે આ પૂજારી બાળકને પોતાના ગોઠણ પર બેસાડે છે. બાજુમાં કેટલાક વાસણમાં દૂધ ઊકળે છે, આ દૂધમાંથી ફીણ પૂજારી હાથથી કાઢે છે અને તે ગરમ ફીણને બાળકના ચહેરા પર લગાડી દે છે. ગરમ વસ્તુ ચહેરા પર અડતાની સાથે જ બાળક જાેર જાેરથી રડવા લાગે છે.
બાળક બળતરાના કારણે જાેરજાેરથી રડે છે પરંતુ પૂજારી અટકવાનું નામ નથી લેતો અને તે અનુષ્ઠાન ચાલુ જ રાખે છે. ત્યારબાદ તે બાળકને જમીન પર સુવડાવે છે અને તેના પર ગરમ દૂધ રેડી દે છે. હૃદય કંપાવી દે તેવું આ દ્રશ્ય અનેક લોકો મુખદર્શક બનીને જાેતા રહે છે. જાેકે આ પહેલી વખત નથી કે કોઈ બાળક સાથે આવું વર્તન થયું હોય આવી ભયાનક ઘટના આ પહેલા પણ બની ચૂકી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલા જ આવી એક પ્રથાના કારણે અઢી મહિનાની બાળકીનું મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે બાળકીની માતા આવા જ ઉપચારક પાસે તેની સારવાર માટે લઈ ગઈ હતી. બાળકીની સારવાર કરવાનું કહી તાંત્રિકે બાળકીને ૫૦ વખત ગરમ લોઢાના સળિયાથી ડામ દીધા હતા. જેના કારણે બાળકી દાઝી ગઈ અને સારવાર મળે તે પહેલા જ તેનું જીવ જતો રહ્યો. આ મામલે બાળકી સાથે આવો દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કેસ નોંધી કાર્યવાહી કરી હતી.ss1