ઈન્ડોનેશિયમાં હિંદુ ગસ્તી નાગુર રાયની બોલબાલા
જકાર્તા, ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે, જ્યાં મુસલમાનોની વસતી ૮૭ ટકા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક હિંદુની બોલબાલા છે. સમગ્ર ઈન્ડોનેશિયામાં તેમના નામ પર ઘણી પ્રતિમાઓ બનાવાઈ છે. તેમના નામથી ટપાલ ટિકિટ જારી થઈ છે. આ સિવાય વિશ્વના વ્યસ્ત ગણાતા એરપોર્ટનું નામકરણ પણ તેમના નામ પર થયુ છે. આ જ કારણ છે કે બાલી એરપોર્ટમાં ઘણા હિંદુ દેવતાઓની પ્રતિમાઓ છે.
ઈન્ડોનેશિયાનું બાલી એરપોર્ટ ગસ્તી નાગુર રાય ઈન્ટરનેશનલ એરપોર્ટના નામથી ઓળખવામાં આવે છે. ગસ્તી નાગુર રાય એક હિંદુ હતા, જેમનો જન્મ ઈન્ડોનેશિયામાં થયો હતો. દેશના પ્રત્યે તેમના અસીમ પ્રેમના કારણે તેઓ સેનામાં સામેલ થયા હતા. તેમણે ઈન્ડોનેશિયાને ડચથી આઝાદ કરાવવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
તેમને કર્નલનું પદ પણ મળ્યુ હતુ. દેશના પ્રત્યે તેમની વફાદારીને જાેયા બાદ ઈન્ડોનેશિયાઈ સરકારે તેમને સૌથી બહાદુર સૈનિક તરીકેનું નામ આપ્યુ.
ગસ્તી નાગુર રાયની સમગ્ર દેશમાં ઘણા સ્થળોએ પ્રતિમાઓ લાગેલી છે. તેમના નામ પર ટપાલ ટિકિટ જાહેર થઈ અને બાલી એરપોર્ટનું નામ પણ રાખવામાં આવ્યુ. માત્ર એરપોર્ટનું નામ જ હિંદુ પર રાખવામાં આવ્યુ નહીં પરંતુ ત્યાં ઘણા હિંદુ દેવતાઓની પ્રતિમાઓ પણ લગાવવામાં આવી છે.
એરપોર્ટ પરિસરમાં હનુમાનજીની વિશાળકાય પ્રતિમા લાગેલી છે. જેમાં તેઓ ગદા લઈને ઊભેલા છે. આ પ્રતિમા દેશ-વિદેશથી આવનાર પર્યટકોનું ખાસ ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
આ સિવાય એરપોર્ટ પર ભગવાન વિષ્ણુના વાહન ગરુડની પ્રતિમાઓ લાગેલી છે. જેને ઈન્ડોનેશિયાની સ્થાનિક શૈલીની મદદથી પ્રભાવશાળી બનાવાઈ છે. ગરુડ સિવાય ભગવાન વિષ્ણુની પ્રતિમા પરિસરમાં લાગેલી છે. આ સિવાય સુબાહુની પ્રતિમા પણ છે. જે લંકાપતિ રાવણના ભાણેજ અને મારીચના ભાઈ હતા. તે એક રાક્ષસ હતો. જેનો વધ ભગવાન રામે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા દરમિયાન કર્યો હતો.
ઈન્ડોનેશિયામાં ભગવાન વિષ્ણુને ખૂબ માનવામાં આવે છે. ત્યાં તેમના ઘણા મંદિર પણ છે. ૧૦થી ૧૧મી સદીના મધ્ય સુધી ઈન્ડોનેશિયામાં હિંદુ વસતી વધુ હતી. ત્યાંના રાજા પણ હિંદુ હતા પરંતુ આ દેશ ધર્મ પરિવર્તન બાદ પહેલા બૌદ્ધ અને પછી મુસ્લિમ વસતીવાળો થઈ ગયો. તેમ છતાં ઈન્ડોનેશિયામાં આજે પણ હિંદુ સંસ્કૃતિ અને મંદિર ખૂબ નજર આવે છે. SS2SS