Rajpal Yadav ક્યારેક કપડાં સીવીને પૂરુ કરતાં પરિવારનું ગુજરાન
મુંબઈ, બોલિવૂડ ફિલ્મોમાં પોતાની શાનદાર કોમેડીથી લોકોને હલાવનાર રાજપાલ યાદવનો જન્મ યુપીના શાહજહાંપુરમાં એક નાનકડાં ગામમાં થયો હતો. રાજપાલ યાદવનું નાનપણ આર્થિક તંગીમાં પસાર થયું છે.
હાલત એટલી ખરાબ હતી કે માથે પાકું મકાન પણ નહતું અને પરિવાર પણ ખૂબ જ ગરીબ હતું. પિતાને ઝુનુન હતું કે કોઈ રીતે રાજપાલ યાદવ ભણી-ગણીને મોટો માણસ બને. પરંતુ, રાજપાલને કોમેડી દેખવાનો અને કરવાનો શોખ હતો. તેમને જ્યારે પણ મોકો મળતો તે ગામડાની નોટંકી અને નુક્કડ નાટક જાેવા જતા રહેતા. પરિવારની હાલત જાેઈને રાજપાલ યાદવે પિતાની સાથે કપડાં સીવવાનું શરુ કર્યુ. Bollywood Actor Comedian Rajpal Yadav
પરંતુ, રાજપાલનાં દીમાગમાં એક્ટિંગનો કીડો હતો અને તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ ફિલ્મોમાં જ કામ કરશે. તેણે લખનૌની ભારતેંદુ નાટ્ય એકેડમી અને દિલ્હીની નેશનલ સ્કુલ ઑફ ડ્રામામાંથી થિયેટર અને એક્ટિંગનો અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ માયાનગરી મુંબઈમાં આવી ગયાં. રાજપાલને ફિલ્મોમાં કામ મળવામાં ઘણી મુશ્કેલી થઈ તો તેમણે ટીવી સીરિયલમાં કામ કરવાનું શરુ કરી દીધું. રાજપાલ યાદવને પહેલી સીરિયલ મળી હતી, ‘સ્વરાજ’. આ સીરિયલમાં તેમની એક્ટિંગ અને ગજબ સેન્સ ઑફ હ્યુમરને લઈને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.
રાજપાલ યાદવે ‘નયા દૌર’, ‘મોહનદાસ’ અને ‘મુંગેરીલાલ કે હસીન સપને’ જેવી સીરિયલમાં પણ કામ કર્યુ છે. સીરિયલ્સમાં કામ કરતા રાજપાલ યાદવને કંઈ ખાસ ઓળખ મળી શકી નહતી. ત્યારબાદ ૧૯૯૯માં ડિરેક્ટર પ્રકાશ ઝા સાથે પોતાની પહેલી ફિલ્મ ‘દિલ ક્યા કરે’થી રાજપાલ યાદવને બ્રેક મળ્યો. આ તેમના કરિયરની પહેલી ફિલ્મ બની.
આ ફિલ્મમાં તેમણે અજય દેવગણ, કાજાેલ અને મહિમા ચૌધરી સાથે સ્ક્રીન શેર કરી હતી. ત્યારબાદ રાજપાલ યાદવે ફિલ્મ ‘મસ્ત’ અને ‘શૂલ’માં જાેવા મળ્યા. શૂલમાં કામ કરવા માટે રામગોપાલ વર્માએ તેમને મનાવ્યા હતાં.
જાેકે, બાદમાં બંનેએ આશરે ૧૭ ફિલ્મોમાં સાથે કામ કર્યુ. ફિલ્મ ‘જંગલ’ રાજપાલના કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. રાજપાલ યાદવ ફિલ્મોમાં વિલેન બનવા માંગતા હતાં, પરંતુ તેમની શાનદાર કૉમિક ટાઇમિંગથી તેમને કોમેડી હીરો બનાવી દીધો.
રાજપાલ યાદવે ફિલ્મ ‘પ્યાક તૂને ક્યા કિયા’, ‘ચાંદની બાર’, ‘કંપની’ અને ‘હાસિલ’ જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી છે. ત્યારબાદ ‘ચુપ ચુપકે’, ‘ભૂલ ભૂલૈયા’ અને હાલમાં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’માં પણ છોટા પંડિતનો રોલ પ્લે કર્યો હતો. ફક્ત ૫ ફૂટ ૨ ઈંચની હાઇટવાળા એક્ટરે પોતાના શાનદાર પાત્રથી ફેન્સનાં દિલોમાં ખાસ જગ્યા બનાવી છે.SS1MS