Western Times News

Gujarati News

બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા ૪૭ વર્ષનો થયો

મુંબઈ, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આમાંથી એક નામ રણદીપ હુડ્ડાનું છે. ચાહકો તેને સ્ક્રીન પર જાેવાનું પસંદ કરે છે. Bollywood actor Randeep Hooda turned 47 years old

રણદીપ હુડ્ડા એવા થોડા કલાકારોમાંથી એક છે જે પોતાના પાત્રમાં એવી રીતે ડૂબી જાય છે કે તે પોતાની ઓળખ ગુમાવી બેસે છે અને પાત્ર બની જાય છે. છેલ્લા દોઢ દાયકાથી તે પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કરી રહ્યો છે. તેને પડકારો ગમે છે, તેથી તે બાયોપિક ફિલ્મો કરવાનું પસંદ કરે છે. તેમના ૪૭માં જન્મદિવસ પર, ચાલો જાણીએ કે અભિનેતાએ તેમની કારકિર્દીમાં કઈ બાયોપિક ફિલ્મોમાં કામ કર્યું.

મૈં ઔર ચાર્લ્સ- ફિલ્મ મૈં ઔર ચાર્લ્સ વિશે વાત કરીએ તો, તે શાતિર સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજના જીવન પર આધારિત હતી. જ્યારે પણ તમે ફિલ્મમાં રણદીપ હુડાને જાેશો તો તમને લાગશે કે, તે ચાર્લ્સ શોભરાજ છે. તેણે આ ભૂમિકા ખૂબ જ નિશ્ચય સાથે ભજવી હતી. આજે પણ લોકો આ ફિલ્મ જાેવાનું પસંદ કરે છે. આ પાત્રને રણદીપ હુડ્ડાથી વધુ સારી રીતે ભાગ્યે જ કોઈ નિભાવી શક્યું હોત.

સરબજીત- પાકિસ્તાનમાં જાસૂસીની લાંબી સજા ભોગવ્યા બાદ સરબજીતના પરિવારજનો અને ભારતીયોને આશા હતી કે સરબજીતને ભારત પરત મોકલવામાં આવશે. પરંતુ આવું ન થયું. લાંબા સમય બાદ તેને મૃત્યુદંડની સજા થતાં તેની વતન પરત આવવાની આશા ઠગારી નીવડી હતી.

રંગ રસિયા– ફિલ્મ રંગ રસિયાની વાત કરીએ તો આ ફિલ્મ મહાન ચિત્રકાર રાજા રવિ વર્માના જીવન પર આધારિત હતી. તેમાં અમૃત્ય સેનની પુત્રી નંદના સેનના અંતરંગ દ્રશ્યો પણ હતા. આ ફિલ્મ વિવાદાસ્પદ હતી પરંતુ રણદીપ હુડ્ડાએ રાજા રવિ વર્માના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો.

ઇન્સ્પેક્ટર અવિનાશ – સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જી્‌હ્લ કેવી રીતે કામ કરે છે, ક્યારે અને કયા હેતુ માટે બને છે તેના પર જિયો સિનેમા પર ઇન્સ્પેક્ટર અવિનાશ નામની વેબ સિરીઝ આવી હતી.આ વેબ સિરીઝમાં ઇન્સ્પેક્ટર અવિનાશની સિદ્ધિઓ અને પરાક્રમ જાેવા મળ્યા હતા. સીરીઝની પહેલી સીઝન આવી ગઈ છે અને હવે ચાહકો આ વેબ સીરીઝની આગામી સીઝનની રાહ જાેઈ રહ્યા છે.

સ્વતંત્ર વીર સાવરકર – ઘણા સમયથી વીર સાવરકર પર ફિલ્મ બનાવવાની વાત ચાલી રહી છે. આમાં રણદીપ હુડ્ડા સાવરકરની મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. તેની સ્ટારકાસ્ટ જાેરદાર છે. ફિલ્મમાં અંકિતા લોખંડે અને અમિત સાઈલ પણ મહત્વની ભૂમિકામાં હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.