રણવીર સિંહ આ દિવસોમાં ‘ધૂરંધર’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

‘ધુરંધર’ ની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી
સંજય દત્ત પણ તેમાં છે ધૂરંધર’ના સેટ પરથી રણવીર અને સંજયનો વીડિયો લીક
મુંબઈ,બોલીવુડ અભિનેતા રણવીર સિંહ આ દિવસોમાં ‘ધૂરંધર’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સંજય દત્ત પણ તેમાં છે. તેનું દિગ્દર્શન યામી ગૌતમના પતિ અને ‘ઉરી’ના દિગ્દર્શક આદિત્ય ધર કરી રહ્યા છે. સોમવારે, સેટ પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો. આમાં, બંનેના લુક જાહેર થયા છે. રણવીરને જોઈને, તમને ‘પદ્માવત’નો ‘ખિલજી’ ચોક્કસ યાદ આવી જશે.રણવીર સિંહના એક ચાહકે પર વીડિયો શેર કર્યાે અને લખ્યું રણવીર લાંબા વાળવાળા લુકમાં જોઈ શકાય છે અને તે તેના ખિલજી અવતારની યાદ અપાવે છે, જે તેણે ફિલ્મ ‘પદ્માવત’માં ભજવ્યો હતો. રણવીર અને સંજયના ચાહકો આ વીડિયો જોયા પછી પાગલ થઈ ગયા છે.ંઆ બે સિવાય, આર માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ આ ફિલ્મમાં જોવા મળશે.
૨૦૨૪ માં દરેકનો ફોટો શેર કરતા રણવીરે લખ્યું, ‘આ મારા ચાહકો માટે છે, જેમણે મારી સાથે ખૂબ ધીરજ રાખી છે. હું તમને બધાને પ્રેમ કરું છું અને હું તમને વચન આપું છું, આ વખતે, પહેલા ક્યારેય ન હોય તેવો સિનેમેટિક અનુભવ અમને અને તમને મળશે.‘ધુરંધર’ ની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અહેવાલ છે કે તે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે. નિર્માતાઓએ હજુ સુધી જાહેરાત કરી નથી કે ફિલ્મમાં રણવીર સાથે કઈ અભિનેત્રી જોવા મળશે, પરંતુ અહેવાલ છે કે સારા અર્જુનને કાસ્ટ કરવામાં આવી છે. રણવીર અને તેની વચ્ચે ઉંમરનો તફાવત લગભગ ૨૦ વર્ષનો છે.SS1