Western Times News

Gujarati News

બોલીવુડ અભિનેત્રી બરખા મદન બની ગઈ સાધ્વી

મુંબઈ, બરખા મદન એક સમયે સુÂષ્મતા સેન અને ઐશ્વર્યા રાય જેવી સુંદરીઓ સાથે સ્પર્ધા કરી શકે એટલી સુંદર અને ટેલેન્ટેડ હતી. તેણે નાની ઉંમરે અને ઓછા સમયમાં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી લીધો. તેણે ઘણી હિટ ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કર્યું હતું.

ફિલ્મો સિવાય તેણે સિરિયલોમાં પણ કામ કર્યું હતું. પરંતુ કોઈક કારણસર તે અચાનક નન એટલે કે સાધ્વી બની ગઈ અને બધાને ચોંકાવી દીધા હતા. તેનું નામ બરખા મદન છે. પંજાબમાં જન્મેલી અને ઉછરેલી બરખા મદાને સૌપ્રથમ મોડલિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

૧૯૯૪માં તે મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ બની હતી. તેણીએ સુંદરતાના તાજ માટે સુÂષ્મતા સેન અને ઐશ્વર્યા રાય સાથે સ્પર્ધા કરી અને પ્રથમ રનર અપ બની હતી. ત્યાર પછી, તે મિસ ટૂરિઝમ વર્લ્ડ વાઈડની રનર-અપ બની હતી. મલેશિયામાં મિસ ટુરિઝમ ઈન્ટરનેશનલમાં થર્ડ રનર અપ પણ બની હતી. બરખા મદને ૧૯૯૬માં આવેલી ફિલ્મ ‘ખિલાડી કા ખિલાડી’થી હિરોઈન તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ત્યાર પછી તેણે ૨૦૧૨ સુધી માત્ર છ વધુ ફિલ્મો કરી હતી આમાં રામ ગોપાલ વર્માની ‘ભૂત’ પણ સામેલ છે. બરખાએ આમાં શેતાન તરીકે અદ્ભુત અભિનય આપ્યો હતો. અજય દેવગન, ઉર્મિલા માતોંડકર, નાના પાટેકર, રેખા, ફરદીન ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

બરખાએ ચાર સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો. ૨૦૦૫ થી ૨૦૦૯ સુધી તે ઝી ટીવીના લોકપ્રિય શો સાથ ફેરે સલોની કા સફરમાં જોવા મળી હતી.

૨૦૧૦ માં, તેણે નિર્માતા બનવાનું નક્કી કર્યું હતું. તેણીએ પ્રતિભાશાળી સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન આપવા માટે ગોલ્ડન ગેટ એલએલસીની શરૂઆત કરી. સોચીમાં તેણે બે ફિલ્મો સુરખાબ બનાવી અને તેમાં અભિનય કર્યો. બરખા મદને ૨૦૧૨ માં એવા સમયે અચાનક બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું. બરખાએ ૨૦૧૨ માં બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું.

તેના બાકીના જીવન માટે દલાઈ લામાના પ્રખર અનુયાયી બની જવાનો નિર્ણય લીધો. બરખાએ બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ પોતાનું નામ બદલીને ‘ગાલ્ટેન સેમટેન’ રાખ્યું. હાલમાં તે પહાડો અને આશ્રમોમાં ફરતી જોવા મળે છે. તેણી ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે.

હાલમાં તે પહાડો અને આશ્રમોમાં ફરતી જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં આધ્યાÂત્મક તત્વો પણ હોય છે. જે લોકો તે સમયે તેની ફિલ્મો જોતા હતા તેઓ હવે તેના લુકથી આશ્ચર્યચકિત છે. કારણ કે તેણે માથેથી વાળ ઉતરાવી નાખ્યા છે અને બૌદ્ધ સાધ્વી જેવા જ લાલ કપડાંમાં તેણી જોવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.