Western Times News

Gujarati News

કીર્તિ કુલ્હારીએ કપાવી દીધા તેના લાંબા અને સુંદર વાળ

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કીર્તિ કુલ્હારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી હેરસ્ટાઈલનો વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું કે આ તે કંઈક હતું જે તે હંમેશાં કરવા માગતી હતી. તેનો નવો અવતાર સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ‘ફોર મોર શોટ્‌સ પ્લીઝ’, ‘હ્યુમન’ જેવા શો માટે જાણીતી કીર્તિ કુલહારીએ તેના વાળ ટૂંકા કરી દીધા છે. તે કંઈક એવું હતું જે તે હંમેશાં ઇચ્છતી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, #newends #newbeginnings એક મહિના પહેલા આ કરવાનું નક્કી કર્યું હતું અને હવે મેં તે કર્યું છે. Bollywood actress Keerti Kulhari husband Sahil Sehgal

બોલિવુડ એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી તેના પતિ સાહિલ સેહગલથી અલગ થઈ ગઈ છે અને આ વાતની માહિતી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, સેપરેશન પેપર પર નહીં પરંતુ જીવનમાંથી છે. તેણે તેવી પણ સ્પષ્ટતા કરી કે, તે આ અંગે આગળ કોઈ ટિપ્પણી કરશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Kirti Kulhari (@iamkirtikulhari)

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસના લગ્ન ૨૦૧૬માં થયા હતા. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘દરેકને જણાવવા માટે અહીં લખી રહી છું કે, મારા પતિ સાહિલ અને મેં અલગ થવાનો ર્નિણય લીધો છે. પેપર પર નહીં, પરંતુ જીવનમાં.

કોઈની સાથે રહેવા કરતા આ ર્નિણય લેવો વધારે અઘરો છે. કારણકે તમે જેમને પ્રેમ કરો છો અને કાળજી રાખો છો તે સૌ તમારા સંગાથને ઉજવે છે અને કોઈની સાથે ન રહેવાનો ર્નિણય તે જ લોકો માટે ઘણું દુઃખ અને પીડા લઈને આવે છે. તે સરળ નથી. સમજાે કે તે સરળ નથી. પરંતુ જે છે તે છે. તે તમામ માટે જેઓ મારી કાળજી રાખે છે, હું સારી જગ્યાએ છું. આશા છે કે જેઓ મારા જીવનમાં મહત્વના છે તેઓ પણ હશે.

આગળ આ અંગે ટિપ્પણી નહીં કરું…હંમેશા… કીર્તિ કુલ્હારી. અગાઉ વાતચીત કરતાં કીર્તિએ તેના લગ્ન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘મારા લગ્ન થઈ ગયા છે તેના વિશે મીડિયાને પણ ઘણા સમય સુધી જાણ નહોતી. અને એવું બની શકે કારણ કે, હું એટલી મોટી સ્ટાર નથી કે લોકોને હું પરિણીત છું કે નહીં તે જાણવામાં રસ હોય. ફિલ્મ ‘પિંક’ બાદ મને ઘણી નામના મળી અને ‘પિંક’ના ૩-૪ મહિના પહેલા જ મેં લગ્ન કર્યા હતા. આ સિવાય હું તેમાંથી એક છું જેને પર્સનલ લાઈફ વિશે જાહેરમાં વાત કરવામાં રસ નથી’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.