બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ, પરિણીતી ચોપરા આ દિવસોમાં ફિલ્મ કોડ નેમ તિરંગાને લઇ ચર્ચામાં છે. રિભુ દાસ ગુપ્તાની આ ફિલ્મમાં પરિણીતી સાથે ફેમસ સિંગર હાર્ડી સંધુ મુખ્ય રોલમાં જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મ ૧૪ ઓક્ટોબરે થીએટરમાં રિલીઝ માટે તૈયાર છે.
પરિણીતીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટથી બે તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં પરિણીતી નિયોન કલરની બિકીનીમાં દેખાઈ રહી છે. આ પોસ્ટને કેપ્શન આપતા અભિનેત્રીએ લખ્યું, ‘બિકીની શૂટ. જણાવી દઈએ કે પરિણીતી ચોપરાની આ તસવીરો માલદીવની છે, જ્યાં તે ફિલ્મની શૂટિંગ ખતમ કરી છુટ્ટીની મજા માણી રહી છે.
સામે આવેલી તસવીરોમાં માલદીવ બીચ પર બેસી પરિણીતીને રિલેક્સ મોડમાં જાેઈ શકાય છે. બીજા ફોટોમાં પરિણીતી જિમ આઉટફિટમાં દેખાઈ રહી છે. તે નિયોન કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક જેગિંગમાં દેખાઈ રહી છે. બીજી ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા પરિણીતીએ કેપ્શનમાં લખ્યું, મારુ જિમ તમારા જિમ કરતા સારું છે..હાહા, મારી પોતાની એક્શન ટ્રેનિંગ ચાલુ છે.
કોડ નેમ તિરંગાને પ્રેમ માટે આભાર. હુ વધુ એક એક્શન ફિલ્મ માટે તૈયાર છું. સોશિયલ મીડિયા યુઝર્સને પરિણીતીની આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે. અભિનેત્રીના ફેન્સ એની ફોટોઝને ખુબ લાઈક કરતા હાર્ટ અને ફાયરના ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે.SS1MS