રામાયણમાં ‘શૂર્પણખા’ના રોલ માટે બોલિવૂડ આ અભિનેત્રી રિજેક્ટ થઈ

મુંબઈ, નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત રામાયણની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મનું બજેટ એટલું વધારે છે કે તેની સ્ટારકાસ્ટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. મોસ્ટ અવેટેડ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે. જયારે કેજીએફમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક્ટર યશ રાવણના રોલમાં જોવા મળશે.
પરંતુ, આ દરમિયાન, એ પણ બહાર આવ્યું છે કે ‘સેક્રેડ ગેમ્સ’માં કુકુના રોલમાં જોવા મળેલી કુબ્રા સૈતને શૂર્પણખાના રોલ માટે પસંદ કરવામાં આવી નથી.કુબ્રા સૈતે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં મજાકમાં કહ્યું હતું કે, ‘મેં રામાયણ માટે ઓડિશન આપ્યું હતું. મારા નાકને કારણે હું શૂર્પણખાના રોલ માટે પરફેક્ટ હતી, પણ મને કાસ્ટ કરવામાં આવી નહી.
હવે હું એ જાણવા માટે ઉત્સાહિત છું કે તે કોને આ રોલ આપશે.’થોડા સમય પહેલા એક્ટ્રેસ ઈન્દિરા કૃષ્ણએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે હતો કે હું રામાયણમાં ભગવાન રામની માતા કૌશલ્યાનો રોલ કરી રહી છું. આ સાથે જ તેણે બીજી કાસ્ટ પણ જાહેર કરી.
જેમાં કહેવામાં આવ્યું હતું કે રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે, એક્ટર યશ રાવણના રોલમાં અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.
એટલું જ નહીં, રવિ દુબેને લક્ષ્મણનો રોલ માટે અને અરુણ ગોવિલને રાજા દશરથનું પાત્ર ભજવાતા જોવા મળશે. રૂ. ૮૩૫ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ રામાયણ બે ભાગમાં રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬ના રોજ રિલીઝ થશે અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીએ રિલીઝ થશે.SS1MS