Western Times News

Gujarati News

માતા અને ભાઈ સાથે “ઝરા હટકે ઝરા બચકે” જોવા સારા પહોંચી થિએટરમાં

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ હજી હમણાં જ થિએટરમાં રિલીઝ થઈ છે. તેને લઈને સારા અને વિક્કી કૌશલની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. Bollywood actress Sara Ali Khan’s film ‘Zara Hatke Zara Bachke’

ત્યારે હવે સારા અલી ખાન હાલમાં માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે થિએટરમાં પોતાની જ ફિલ્મ જાેવા પહોંચી હતી. સારાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યો હતો. બોક્સઑફિસ પર આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માતા અને ભાઈ સાથે થિએટરનો ફોટો શેર કર્યો હતો.

આમાં અમૃતા સિંઘ અને સારા અલી ખાન બંને વ્હાઈટ કલરના આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. તો ઈબ્રાહીમે ગ્રે કલરનો શર્ટ પહેર્યો હતો. સારાએ આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, રવિવાર પરિવાર સાથે પસાર કરવાની તક મળી. આ ઉપરાંત સારા અલીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે થિએટરમાંથી નીકળીને કારમાં બેસતી જાેવા મળે છે. જાેકે, પહેલા સારા ભાઈ ઈબ્રાહિમને કારમાં બેસાડી છે પછી દરવાજાે બંધ કરીને ફેન્સનો આભાર માનીને ત્યાંથી જતી રહે છે.

આપને જણાવી દઈએ કે, ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મને લક્ષ્મણ ઉતેકરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર ૫.૪૯ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા દિવસે આ ફિલ્મે ૭.૨૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

ફિલ્મની સ્ટોરી લોકોને પસંદ આવતી હોવાથી ફિલ્મને જાેવા રવિવારે પણ થિએટરમાં ભીડ જાેવા મળી હતી. જાેકે, ત્રીજા દિવસે (રવિવારે) આ ફિલ્મે ૮.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં પહેલી વખત સારા અલી ખાન અને વિક્કી કૌશલની જાેડી જાેવા મળી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.