સોનમે લંડનમાં ઘરે કરી કાકા-કાકીની આગતાસ્વાગતા

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર બિઝનેસમેન પતિ આનંદ આહુજા સાથે લંડનના નોટિંગ હિલમાં આવેલા ઘરમાં રહે છે. સોનમ કપૂર પોતાની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિના દરમિયાન લંડનમાં છે. સોનમના કાકા સંજય કપૂર પરિવાર સાથે લંડનના વેકેશન પર છે ત્યારે તેઓ ભત્રીજીના ઘરે પહોંચ્યા હતા.
સંજય કપૂરની સાથે પત્ની મહીપ કપૂર અને દીકરો જહાન પણ હતા. સોનમ કપૂરે કાકા-કાકી અને ભાઈને પોતાના ઘરે સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું હતું. જેની તસવીરો સોનમની કાકી મહીપ કપૂરે શેર કરી છે. પહેલી તસવીરમાં પ્રેગ્નેન્ટ સોનમ કપૂર અને આનંદ આહુજા સોફામાં બેઠા છે. સોનમની બાજુમાં જહાન, તેની બાજુમાં મહીપ અને તેની બાજુમાં સંજય કપૂર છે. આ ફેમિલી ફોટોમાં સૌ ખુશ દેખાઈ રહ્યા છે.
સોનમે ગ્રે, મરૂન અને બ્લેક રંગનો આઉટફિટ પહેર્યો છે. જ્યારે આનંદ ઓલ બ્લેક લૂકમાં દેખાઈ રહ્યો છે. મેકઅપ વિના બેઠેલી સોનમના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો દેખાઈ રહ્યો છે. સંજય કપૂરે વ્હાઈટ ટી-શર્ટ અને બ્રાઉન જેકેટ પહેર્યં હતું. જ્યારે જહાને પણ વ્હાઈટ ટી-શર્ટ પહેરી હતી. રૂમ કેન્ડલ તેમજ લેમ્પ્સથી સજાવાયેલો છે. બીજી તસવીરમાં મેક્રૂન્સ, ટાર્ટ્સ, કેક વગેરે જેવી ડિઝર્ટ ટેબલ પર મૂકેલા દેખાય છે.
View this post on Instagram
ડાઈનિંગ ટેબલનો એરિયો પણ ફૂલ-છોડથી સજાવવામાં આવ્યો છે. મહીપે સજાવેલા ડાઈનિંગ ટેબલની પણ ઝલક બતાવી હતી. આ સિવાય એક તસવીરમાં સોનમ આનંદના ખભા પર માથું મૂકીને હસતી દેખાઈ રહી છે. કપલની આ ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મહીપે આ તસવીરો શેર કરતાં લખ્યું, “મારી સુંદર ભત્રીજી અને તેના બેબી બંપ તેમજ આનંદ સાથે એક બપોર.
ફેમિલી? ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા જ સોનમ કપૂરે પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. બાદમાં તેઓ ભારત આવ્યા હતા. અહીં થોડો સમય રોકાયા બાદ તેઓ બેબીમૂન માટે યુરોપ ગયા હતા. જે બાદ સોનમ લંડનમાં પોતાના ઘરે સમય વિતાવી રહી છે.
Bollywood actress Sonam Kapoor businessman husband Anand Ahuja
થોડા દિવસ પહેલા જ સોનમનું બેબી શાવર યોજાયું હતું જેમાં પરિવારના સભ્યો અને મિત્રો સામેલ થયા હતા. સોનમ કપૂરે આનંદ આહુજા સાથે ૮ મે ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા. કપલનું પહેલું સંતાન ઓગસ્ટમાં આવશે તેવા અહેવાલો છે.SS1MS