Western Times News

Gujarati News

Bollywood:રિલીઝના ૪ દિવસમાં જ ફ્લોપ સાબિત થઈ અક્ષયની Selfiee

મુંબઈ, Bollywood Actor Akshay Kumarની ફિલ્મ ‘સેલ્ફી’ થિયેટરમાં સારું પ્રદર્શન કરી રહી નથી. કારણકે સોમવારે ‘સેલ્ફી’ની કમાણીમાં ૫૫%નો ઘટાડો નોંધાયો છે. રિલીઝના ચોથા દિવસે ‘સેલ્ફી’એ માત્ર ૧.૧૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. બીજી તરફ કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહઝાદા’ની હાલત પણ ખરાબ છે. રિલીઝના ૧૧મા દિવસે આ ફિલ્મે માત્ર ૩૧ લાખ રૂપિયાની કમાણી કરી છે. Bollywood: Akshay’s selfie proved to be a flop within 7 days of release

રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની સેલ્ફીએ ચાર દિવસમાં માત્ર ૧૧.૩૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ રહી છે, કારણકે હવે કોઈ ચમત્કાર જ તેને બચાવી શકે છે. ખાસ કરીને જ્યારે ‘સેલ્ફી’નું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા છે.

મલયાલમ ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઇસન્સ’ની આ રિમેકને દર્શકોએ ખરાબ રીતે રિજેક્ટ કરી છે. સિનેમા હોલમાં પ્રેક્ષકોની સંખ્યા ૫-૭% છે. આ અક્ષય કુમારની સળંગ ૫મી ફ્લોપ ફિલ્મ છે અને તેની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થવા જઈ રહી છે.

સેલ્ફી માટે ચોક્કસપણે એવી આશા છે કે તે કોઈને કોઈ રીતે લાઈફટાઈમ ૨૦ કરોડના આંકડા સુધી પહોંચી જશે. કારણકે આ અઠવાડિયે કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી. ‘શહઝાદા’ની હાલત પણ ખરાબ છે. એક અહેવાલ મુજબ, રોહિત ધવન દ્વારા નિર્દેશિત ‘શહઝાદા’એ સોમવારે ૩૧ લાખ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે ૧૧ દિવસમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન હવે ૨૮.૮૭ કરોડ રૂપિયા છે.

શહઝાદાનું બજેટ ૮૫ કરોડ રૂપિયા છે અને હવે આ ફિલ્મની હાલત એટલી ખરાબ છે કે તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવી ખોટી છે. શાહરુખની ‘પઠાણ’ અને તે પહેલાં રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’એ બતાવ્યું છે કે જાે ફિલ્મમાં જાેવા માટે કંઈક નવું અને મૌલિક છે, જાે કન્ટેન્ટ મજબૂત અને મનોરંજક હશે, તો દર્શકો ચોક્કસપણે થિયેટરમાં પહોંચશે.

ખાસ કરીને કોરોના પછી એવું લાગતું હતું કે પ્રેક્ષકો થિયેટરોમાં જવા માગતા ન હતા. એક પછી એક ફ્લોપ ફિલ્મોની લાંબી લાઇન હતી. હિન્દીથી લઈને દક્ષિણ સુધીની ફિલ્મોની આ હાલત હતી. પરંતુ હવે એ સ્પષ્ટ છે કે દર્શકોને સ્ક્રીન પર માત્ર સ્ટારડમ નથી જાેઈતું, મનોરંજનની સાથે સિનેમામાં કન્ટેન્ટ પણ મજબૂત હોવું જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.