Western Times News

Gujarati News

બોલિવૂડ ફિલ્મમેકર Divya Khosla Kumar ઈજાગ્રસ્ત થઈ

મુંબઈ, બોલિવૂડ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર દિવ્યા ખોસલા કુમાર હંમેશાં સમાચારોમાં રહે છે. ક્યારેક તે ઠંડીમાં શૂટ કરતી જાેવા મળે છે તો ક્યારેક તે કોઈ ઈવેન્ટમાં પોતાના લૂકથી ચાહકોને ચોંકાવી દે છે. સોશિયલ મીડિયા પર તે તેના આકર્ષક લૂકથી દરેકને દીવાના બનાવે છે. Bollywood filmmaker Divya Khosla Kumar was injured

જાે કે આ વખતે તેણે ચાહકોને ચોંકાવી દીધા છે. તેની તાજેતરની પોસ્ટ્‌સ ખરેખર ડરામણી છે. દિવ્યાએ ઈજાગ્રસ્ત લાલ ચહેરા સાથેની તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જાેઈને ઘણાં લોકો તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તસ્વીરોમાં દિવ્યા ખોસલા કુમારના ચહેરાની એક તરફ ઈજાના નિશાન છે. આ ઘા ઊંડો નથી પરંતુ, તેના કારણે અભિનેત્રીનો ચહેરો લાલ થઈ ગયો છે.

અભિનેત્રીએ ફોટા શેર કરીને લખ્યું કે-આગામી પ્રોજેક્ટમાં એક એક્શન સીન કરતી વખતે ખૂબ જ ઈજા થઈ. પણ કામ ચાલું છે. આ પીડાને દૂર કરવા માટે તમારી બધી પ્રાર્થના અને શક્તિની જરૂર છે.

 

View this post on Instagram

 

A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar)

ભૂષણ કુમાર સાથે લવ મેરેજ કરનારી દિવ્યા ખોસલા કુમાર મલ્ટિ ટેલેન્ટેડ વ્યક્તિ છે. તે પછી એક્ટિંગ હોય કે પછી સિંગિંગ હોય કે પછી ફિલ્મ મેકિંગ હોય કે પછી બ્યૂટી હોય, તે વિવિધ ફિલ્ડ્‌સમાં સફળતાપૂર્વક હાથ આજમાવી ચૂકી છે. જાેકે હાલમાં એક બીજી વસ્તુ સામે આવી છે, જેના માટે દિવ્યા ખોસલા લોકો વચ્ચે ફરી પોપ્યુલર બની ગઇ છે અને તે છે તેની ફેશન સેન્સ. તેના ગ્લેમરસ લુકને જાેઇને કોઇ આ વાતનો અંદાજાે ન લગાવી શકે કે આ એક્ટ્રેસ એક બાળકની માતા છે.

ટી સિરીઝના ભૂષણ કુમારે વર્ષ ૨૦૦૫માં દિવ્યા ખોસલા કુમાર સાથે લગ્ન કર્યાં હતા. દિવ્યા અને ભૂષણ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના છે. દિવ્યા કુમારે બોલિવૂડમાં ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’થી શરૂઆત કરી હતી. આ ફિલ્મ દરમિયાન જ દિવ્યા અને ભૂષણની મુલાકાત થઈ હતી અને ત્યારથી બંનેએ મેસેજ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.