Western Times News

Gujarati News

મોદીના માતાના નિધન પર ભાવુક થયું બોલીવુડ

મુંબઈ, ૧૦૦ વર્ષની વયે હીરાબેન મોદીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દેશના મોટા રાજનેતાઓથી લઈને હિન્દી સિનેમાની હસ્તીઓ સુધી દરેક પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

આ સેલેબ્સમાં કંગના રનૌત, અક્ષય કુમાર, વિવેક અગ્નિહોત્રી, અનુપમ ખેર જેવા ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. કંગના રનૌતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વહેલી સવારે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ દરમિયાન કંગનાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર પીએમ મોદી અને તેમની માતા હીરા બાની તસવીર મૂકી છે. તસવીર શેર કરતા કંગનાએ લખ્યું, ‘ઈશ્વર આ મુશ્કેલ સમયમાં વડાપ્રધાનને ધીરજ અને શાંતિ આપે, ઓમ શાંતિ. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી, જેમાં પીએમ મોદી તેની માતા સાથે બેઠેલા જાેવા મળે છે. તસવીરો શેર કરતા અનુપમ ખેરે લખ્યું, ‘આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી! તમારા માતા શ્રી હીરાબેન જીના અવસાન વિશે સાંભળીને હું દુખી અને વ્યાકુળ પણ થયો હતો.

તેના પ્રત્યેનો તમારો પ્રેમ અને આદર જગજાહેર છે. કોઈ તમારા જીવનમાં તેનું સ્થાન ભરી શકશે નહીં! પણ તમે તો ભારત માતાના પુત્ર છો! દેશની દરેક માતાના આશીર્વાદ તમારા પર છે.

મારી માતાનો પણ !’ દુખ વ્યક્ત કરતા બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્‌વીટને રિટ્‌વીટ કરીને લખ્યું, ‘આદરણીય મોદીજી, માતા ક્યાંય નથી જતી, પરંતુ ક્યારેક ભગવાનના ચરણોમાં જઇને એટલા બેસી જાય છે કારણ કે તેનો પુત્ર બીજા માટે વધુ સારા કામ કરી શકે. મા હંમેશા તમારી સાથે હતા અને તમારી સાથે રહેશે. ઓમ શાંતિ.

કોમેડિયન કપિલ શર્માએ પણ પીએમ મોદીની માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કપિલે લખ્યું, ‘આદરણીય નરેન્દ્ર મોદીજી, એક માતાનું દુનિયા છોડીને જવું ખૂબ જ દુઃખદાયક છે. તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ભગવાન માતાજીને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના.

ઓમ શાંતિ. હેમા માલિનીએ ટ્‌વીટ કર્યું, ‘વર્ષના અંતમાં દુઃખદ ખોટ છે. મોદીજીના પ્રિય અને અત્યંત આદરણીય માતા હીરાબેન જીનું નિધન થયું છે.

રાષ્ટ્ર આ અનુકરણીય માતાના શોકમાં તેના પુત્ર સાથે જાેડાય છે, જેણે એક પ્રખ્યાત પુત્ર હોવા છતાં, સંયમી જીવન જીવવાનો દાખલો બેસાડ્યો. એક્ટ્રેસ નિમ્રિત કૌરે ટ્‌વીટ કરીને લખ્યું, ‘માનનીય મોદીજી પ્રત્યે સંવેદના. તમારી પ્રિય માતાને ગુમાવવાની આ ગંભીર ઘડીમાં, સર્વશક્તિમાન, પરિવારને પ્રકાશ અને શક્તિ આપે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.