Bollywood:જ્હાન્વી કપૂરે લગ્ન માટે પણ ઘણું બધુ વિચારીને રાખ્યું છે

મુંબઈ, જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ જ કારણ છે કે બોલીવુડની ટોપ એક્ટ્રેસીસની લિસ્ટમાં તે સામેલ છે. તેણે ભજવેલા દરેક કિરદારને લોકો પસંદ કરે છે. હવે એક્ટ્રેસ લગ્ન માટે પણ તૈયાર છે.
પોતાના કિરદારોની જેમ જ એક્ટ્રેસે પોતાના લગ્ન માટે પણ ઘણું બધુ વિચારીને રાખ્યું છે. ચાલો તમને જણાવીએ કે જ્હાન્વીનો સપનાનો રાજકુમાર કેવો હશે. જ્હાન્વી કપૂર બોલીવુડની ટેલેન્ટેડ અને સ્ટાઇલિશ એક્ટ્રેસીસમાંથી એક છે. સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાની સ્ટાઇલથી ફેન્સને ચોંકાવી દે છે. બોલીવુડ ડિવા જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટાઇલિશ લુકમાં જાેવા મળે છે. Bollywood: Jhanvi Kapoor has thought a lot for marriage too
પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ સિંપલ લુકમાં દુલ્હન બનવા માગે છે. આ ઉપરાંત પોતાના લગ્ન પણ એક્ટ્રેસ ખૂબ જ સિંપલ અને ટ્રેડિશનલ અંદાજમાં કરવા માગે છે. જ્હાન્વી કપૂરના ફેન્સ તેના જીવન સાથે જાેડાયેલી દરેક અપડેટ માટે એક્સાઇડેટ રહે છે.
તેવામાં હવે જ્હાન્વીએ પોતાના ડેટિંગ સીન્સનો ખુલાસો નથી કર્યો પરંતુ હાલમાં જ આપેલા ઇન્ટરવ્યુમાં તેણે પોતાના વેડિંગ પ્લાન્સ વિશે જરૂર જણાવ્યું છે. જ્હાન્વીએ બ્રાઇડ્સ ટુડે મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં લગ્નને લઇને ખુલીને વાત કરી છે.
મિલી સ્ટાર જ્હાન્વી કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે પોતાના લગ્ન તિરુપતિમાં કરવા માગે છે. સાથે જ સંગીત અને મહેંદી માટે મયલાપુરનું લોકેશન તેણે પસંદ કર્યુ છે. જે રીતે લગ્નનું ફંક્શન ઘણા દિવસો સુધી ચાલે છે. તે જ રીતે જ્હાન્વીનો પ્લાન બિલકુલ હટકે છે.
તેનું કહેવુ છે કે તે ફક્ત બે જ દિવસમાં પોતાના લગ્ન કરવા માગે છે. તે લગ્ન બાદ રિસેપ્શન કરવું પણ જરૂરી નથી માનતી. જ્યાં કેટરિના અને કિયારા જેવા સ્ટાર્સે ગ્રાન્ડ વેડિંગ પ્લાન કર્યા હતાં તેવામાં જ્હાન્વી બિલકુલ સિંપલ રીતે લગ્ન કરવા માગે છે. તે રોયલ વેડિંગ નથી ઇચ્છતી પરંતુ સિંપલ ડેકોરેશન સાથે લગ્ન કરવા માગે છે. ફક્ત મોગરા અને કેન્ડલ્સથી શણગારેલા મંડપમાં તે દુલ્હન બનવા માગે છે.
જ્હાન્વી દુલ્હન બનવા માટે વઘુ તામજામ નથી ઇચ્છતી. પોતાના વેડિંગ આઉટફિટમાં ભારે ભરખમ લહેંગો ન પહેરીને તે કાંજીવનર અથવા પટ્ટુ પાવડાઇ સાડી પહેરવા માગે છે. તે મહેંદી માટે પિંક અને મ્યુઝિક માટે યલો કલરનું આઉટફિટ ફાઇનલ કરી ચુકી છે.SS1MS