Western Times News

Gujarati News

કેટરિનાએ ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ કર્યું શેર

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફનો ગઈકાલે જન્મદિવસ હતો. ગઈકાલે ૩૭ વર્ષની થયેલી અભિનેત્રી હજુ પણ ૨૧ વર્ષની યુવતી હોય તેવી લાગે છે. જેની પાછળ તેની સુંદર અને ગ્લોઇંગ સ્કીન મુખ્ય કારણ છે. કેટરિનાએ બોલિવુડમાં પોતાની સુંદરતા જ નહીં અભિનયથી પણ દર્શકોને પોતાના ફેન્સ બનાવ્યા છે. જ્યારે સુંદરતમાં તો ભલભલી એક્ટ્રેસિસ કેટરિના સામે પાણી ભરે એટલી સુંદર છે.

કેટરિના ઘણીવાર વગર મેકઅપ પણ જાહેરમાં જાેવા મળે છે. તેમ છતા એટલી સુંદર દેખાય છે કે યુવતીઓ માટે તે બ્યુટી આઈડલ છે. આટલી એજ પછી પણ કેટરિનાના ચહેરા પર એજિંગનું નામોનિશાન નથી. પોતાની સ્કિનને ચમકદાર અને વાળને સુંદર બનાવી રાખવા માટે કેટરિના આ સિક્રેટ રૂટિન ફોલો કરો છે. જે આજે અમે તમને જણાવીશું.

કેટરિનાનું માનવું છે કે કે સ્કિનની કેર ત્યારે જ સારી રીતે થઈ શકે છે જ્યારે તમે તેને સાફ રાખો. રાતે સૂતા પહેલા પોતાનો મેકઅપ ઉતારીને જ સુઓ. આવું ન કરવાથી સ્કિન પર એજિંગની અસર દેખાય છે. સુંદર સ્કિન માટે કેટરિના યોગ્ય પ્રકારના ડાયેટ અને આહાર પર ભાર આપતા એક્સર્સાઈઝને પણ એટલું જ મહત્વ આપે છે. તે કહે છે કે ડાયેટ ફૂડની જગ્યાએ એ ખાવું જાેઈએ જે શરીર અને ત્વચાને પોષણ આપે. કેટરિના પોતે પણ દરરોજ યોગા, એરોબિક એક્સર્સાઈઝ, વોક અને રનિંગથી પોતાની શરૂઆત કરે છે.

કેટરિના કહે છે કે પોતે સ્કિન માટે હંમેશા ઉચ્ચગુણવત્તા યુક્ત ક્રિમ જ પસંદ કરે છે. તમારી સ્કિન ટાઈપ મુજબ પ્રોડક્ટને પસંદ કરવાથી ત્વચા હંમેશા હેલ્ધી અને ગ્લોઇંગ જાેવા મળશે. કેટ હંમેશા કેમિકલયુક્ત પ્રોડક્ટને પોતાના ચહેરાથી દૂર રાખવા માટે પ્રયાસ કરે છે. તેની જગ્યાએ તે મુલાતાની માટીથી ચહેરાને સાફ કરે છે. તેનું કહેવું છે કે આમ કરવાથી સ્કિન વધુ ફ્રેશ અને બ્યુટિફુલ લાગે છે.

કેટરિના સપ્તાહમાં બેવાર વાળમાં તેલનું મસાજ અચૂક કરે છે. આ માટે તે ઓલિવ ઓઈલ યુઝ કરે છે. તેમજ વાળ માટે નેચરલ હેર માસ્ક પણ પસંદ કરે છે. કેટરિના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેવામાં પોતાના એકાઉન્ટ પર બ્યુટી ટિપ્સ શેર કરતા એક વીડિયો મૂકીને કેટરિનાએ કહ્યું કે પોતાના ચહેરો બરફના પાણીથી ધુએ છે. આવું કરવાથી સ્કિનના પોર્સ નાના થાય છે અને કરચલીઓની સમસ્યા પણ દૂર થાય છે. આ રીતે સેલ્સ રિકવરી પણ જલ્દી થાય છે જેનાથી સ્કિનમાં નવો પ્રાણ ફૂંકાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.