બોલિવૂડનાં બાદશાહ શાહરુખ ખાને જન્મ દિવસની ઉજવણી કરી

મુંબઈ, શાહરૂખ ખાન લાંબા સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ને લઈને ચર્ચામાં છે. આજે ૨ નવેમ્બરે શાહરુખ ખાન પોતાના જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. ફેન્સને આશા છે કે, આ ખાસ અવસર પર શાહરુખ તેના ફેન્સને ટ્રીટ રુપે ફિલ્મની એક ઝલક બતાવશે.
સોશિયલ મીડિયા પર હાલ શાહરૂખની ‘પઠાન’ને ચર્ચાનો વિષય બની છે. આજે શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. તેથી, ચાહકો દાવો કરી રહ્યા છે કે કિંગ ખાનના જન્મદિવસ પર ‘પઠાન ડે’ સેલિબ્રેટ થવાનો છે. આ ખાસ દિવસ પર શાહરુખ ફેન્સને ટ્રીટ રુપે ફિલ્મની એક ઝલક મળી શકે છે.
જાેકે, મેકર્સ તરફથી આ વિષય પર કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે, આ દિવસે ફિલ્મનું ટિઝર સામે આવશે કે નહીં. ઘણાં સમયથી એવી ખબરો આવી રહી છે કે, કિંગ ખાન પોતાના જન્મદિવસ પર અપકમિંગ ફિલ્મ ‘પઠાન’નું ટીઝર લોન્ચ કરી શકે છે.
પરંતુ આ વાત પર હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શાહરુખ ખાન છેલ્લીવાર ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. જાેકે તેની આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ફેન્સને શાહરુખની આ ફિલ્મ સાથે ઘણી આશા છે.
પિંકવિલાના રિપોર્ટ અનુસાર શાહરુખના ૫૭માં જન્મદિવસ પર યશ રાજ ફિલ્મ્સ પઠાનનુમ ટીઝર લોન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીઝર ડિજીટલી ૧૦ઃ૩૦ થી ૧૧ઃ૩૦ વાગ્યા સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. શાહુરુખની આ એક્શન પેક ફિલ્મનું ટીઝર ૧ મિનિટ સુધીનું હોય શકે છે.
ટીઝરમાં વીએફએક્સ અને એક્શનનું જબરદસ્ત કોમ્બિનેશન પણ જાેવા મળશે. ટીઝર ૩ ભાષાઓમાં રીલીઝ થવાનું છે. હિંદી, તમિલ અને તેલુગુ. મેકર્સ ‘પઠાન’ને ગ્રાન્ડ બનાવવાની પૂરી તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યુ છે. ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં શાહરુખ સિવાય દિપીકા પાદુકોણ અને જૉન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.SS1MS