Western Times News

Gujarati News

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ૮૦મો જન્મદિવસ

મુંબઈ, બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખાતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચનને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને આજે જ્યારે તેઓ પોતાનો ૮૦મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે પણ તે એટલા જ સક્રિય છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુડબાય તાજેતરમાં જ રીલિઝ થઈ છે.

અમિતાભ બચ્ચનથી પ્રભાવિત થઈને અનેક કલાકારોએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તેમણે પોતાની કારકિર્દીમાં કાલા પત્થર, ઝંજીર, કભી કભી, દીવાર, અગ્નિપથ, પા, બ્લેક, ચીનીકમ જેવી અનેક ફિલ્મો આપી છે. જ્યારે બિગ બીની ફિલ્મોની વાત કરીએ તો કૂલી ફિલ્મનો ઉલ્લેખ કરવો રહ્યો.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા. વાત વર્ષ ૧૯૮૨ની છે જ્યારે કૂલી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ હતું. ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા તે વાત સૌ જાણે છે પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે આ દુર્ઘટનાના એક દિવસ પહેલા જ અડધી રાત્રે સ્મિતા પાટિલે અમિતાભ બચ્ચનને ફોન કર્યો હતો.

આ પહેલા સ્મિતા પાટીલ અને અમિતાભ બચ્ચનની મુલાકાત એક-બે વાર કોઈ ઈવેન્ટમાં થઈ હતી. સ્મિતા પાટીલ ગભરાયેલા હતા. તેમણે બિગ બીને ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા. અમિતાભ બચ્ચને જ્યારે કહ્યું કે તે કુશળમંગળ છે ત્યારે સ્મિતા પાટિલને હાશકારો થયો હતો.

અમિતાભ બચ્ચને સ્મિતા પાટિલને આટલી મોડી રાતે ફોન કરવાનું કારણ પણ પૂછ્યુ હતું. ત્યારે જવાબમાં સ્મિતાએ કહ્યુ હતું કે, મેં તમારા વિશે એક ખરાબ સપનું જાેયું. હું ઈચ્છુ છું કે તમે પોતાનું ધ્યાન રાખો. બન્નેની વાતચીત ફોન પર પૂરી થઈ અને બીજા દિવસે અમિતાભ બચ્ચન કૂલીના શૂટિંગ માટે પહોંચ્યા હતા.

અમિતાભ બચ્ચને આખો દિવસ ખતરનાક સ્ટંટ કર્યા પરંતુ અંતમાં એક સામાન્ય ફાઈટિંગ સીન કરતી વખતે તે દુર્ઘટનાનો શિકાર બન્યા. અમિતાભ બચ્ચન એટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા કે મહિનાઓ સુધી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી. તેમણે જીવન માટે ખૂબ સંઘર્ષ કર્યો. મોટા પ્રમાણમાં તેમને લોહીની પણ જરૂર પડી. દેશભરમાં તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થઈ.

અમિતાભ બચ્ચન અવારનવાર તે કિસ્સો યાદ કરે છે અને દેશના લોકોનો આભાર પણ વ્યક્ત કરે છે. આજે અમિતાભ બચ્ચન જ્યારે ૮૦મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, અમે તેમને સ્વસ્થ જીવનની શુભકામના પાઠવી રહ્યા છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.