Western Times News

Gujarati News

બોલિવૂડની સંગીત કંપનીઓનો ઓપન એઆઇ પર કોપીરાઇટનો દાવો

મુંબઈ, ટી – સિરીઝ, સારેગામા અને સોની જેવી મુખ્ય સંગીત કંપનીઓએ કોપીરાઇટ મુદ્દે ઓપનએઆઈ પર કેસ કર્યાેબોલિવૂડની મુખ્ય સંગીત કંપનીઓનો ટી-સિરીઝથી લઈને સારેગામા અને સોની સુધીની ભારતની ટોચની મ્યુઝિક કંપનીઓનાં એક જૂથે, નવી દિલ્હીમાં ઓપનએઆઈ સામે કોપરિાઇટ મુદ્દે કેસ કર્યાે છે.

મ્યુઝિક કંપનીઓનો દાવો છે કે, ઓપન એઆઇ તેનાં ગીતોનો કોપિરાઇટ વગર ઉપયોગ કરે છે. ઓપનએઆઈના કાનૂની પડકારો વૈશ્વિક સ્તરે અને ભારતમાં વધી રહ્યાં છે, જે વપરાશકર્તાઓમાં તેનું બીજું સૌથી મોટું બજાર છે. પરંતુ ઓપન એઆઇ કહે છે કે તે તેનાં એઆઈ મોડેલો માટે જાહેરમાં ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરે છે અને ઓપન એઆઇ નિયમો પ્રમાણે જ ગીતો લે છે.

ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ગ્›પ, ટી-સિરીઝ અને સારેગમાએ કોર્ટને તેમનાં કોપરિાઇટનો ભંગ કરનારા એઆઈ મોડેલમાં “સાઉન્ડ રેકો‹ડગ્સના અનધિકૃત ઉપયોગ” વિશે કેસ દાખલ કર્યાે છે. મ્યુઝિક કંપનીઓ ગયાં વર્ષે ભારતીય ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શરૂ કરાયેલાં મુકદ્દમામાં જોડાઈ છે.

જેમાં એઆઈ મોડેલોમાં પરવાનગી વિના ઓપનએઆઈની ચેટજીપીટી એપ્લિકેશન પર ન્યુઝની સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી, પુસ્તક પ્રકાશકો અને મીડિયા જૂથો, કેટલાક અબજોપતિ ઓપન એઆઇ વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યાે છે. ટી-સિરીઝ એ ભારતનાં સૌથી મોટા મ્યુઝિક રેકોર્ડ કંપનીઓમાંની એક છે જે વાર્ષિક આશરે ૨૦૦૦ ગીતો પ્રકાશિત કરે છે.

ભારતીય કંપનીઓના કેસ પછી જર્મનીનાં જીઇએમએ, જે સંગીતકારો, ગીતકારો અને પ્રકાશકોનું પ્રતિનિધિત્વ ગ્›પ છે, તેણે પણ ચેટજીપીટી પર કેસ કર્યાે છે. ચેટજીપીટી ઓપન એઆઇની એક પેટા કંપની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.