Western Times News

Gujarati News

બાલીવુડ સ્ટાર કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલથી વધુ પૈસાદાર છે

મુંબઈ, કેટરિના કૈફનો જન્મ ૧૬ જુલાઈ ૧૯૮૩ના રોજ થયો હતો. અભિનેત્રી પોતાનો ૪૧મો જન્મદિવસ મનાવી રહી છે,કેટરીનાના પિતા મોહમ્મદ કૈફ કશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ છે. તેની માતા સુજૈન વકીલ અને ચેરિટી વર્કર છે. વિદેશી આવેલી કેટરીનાએ બોલિવુડમાં મોટું નામ કમાય લીધું છે.

આજે અભિનેત્રીની ગણતરી બોલિવુડની સૌથી ટોપની સ્ટારમાં થાય છે. કેટરીના અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તે ભારતની સૌથી મોંઘી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે,તેમનો પતિ વિક્કી કૌશલ પણ બોલિવુડમાં સફળ અભિનેતા છે તેમછતાં કેટરીના કૈફ પતિથી પણ વધુ પૈસાદાર છે.

અભિનેત્રીના મુંબઈના બાંદ્રામાં એક ૩બીએચકે એપાર્ટમેન્ટ છે. જેની કિંમત અંદાજે ૮.૨૦ કરોડ રુપિયા છે, લોખંડવાલામાં પણ અંદાજે ૧૭ કરોડની સંપત્તિ છે. તેમજ બાંદ્રામાં ૪ બીએચકે પેટહાઉસ છે. જેમાં પતિ સાથે રહે છે.કેટરીના કૈફનો લંડનમાં પણ એક બંગલો છે.

જેની કિંમત અંદાજે ૭ કરોડ બતાવવામાં આવી રહી છે, કેટરીનાને મોંઘી કાર પણ પસંદ છે. તેના કાર કલેક્શનમાં ૪૨ લાખની ઓડી, ૫૦ લાખની મર્સિડીઝ અને ૮૦ લાખની ઓડીક્યુ ૭ સામેલ છે.અભિનેત્રીની વર્ષની આવક ૩૦ કરોડ રુપિયા છે. એક ફિલ્મ માટે ૧૨ કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

આ સિવાય જાહેરાત માટે અંદાજે ૭ કરોડનો ચાર્જ લે છે. આ સાથે ઈન્સ્ટાગ્રામ પોસ્ટપરથી પણ મોટી કમાણી કરે છે.એક્ટિંગ સિવાય કેટરીના એક બિઝનેસ વુમન પણ છે. તેમને પોતાની એક બ્યુટી બ્રાન્ડ છે. જેને અભિનેત્રીએ ૨૦૧૯માં લોન્ચ કરી હતી. તેની કંપની વીગન પ્રોડક્ટ તૈયાર કરે છે. આ કંપનીની વર્ષનું રેવેન્યુ ૧૨ કરોડ રુપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.