Western Times News

Gujarati News

બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવે ગોધરામાં કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતમાં જ્વેલરી બ્રાન્ડનો 11મો શોરૂમ –વિશ્વકક્ષાના માહોલમાં ખરીદીનો વૈભવી અનુભવ-લોંચની ઉજવણી કરતાં મેગા ડિસ્કાઉન્ટની ઓફર

ગોધરા11 ફેબ્રુઆરી2025: ભારતની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે ગોધરામાં તેના બ્રાન્ડ ન્યુ શોરૂમને લોંચ કર્યો હતો, જે શહેરમાં કંપનીનો પ્રવેશ દર્શાવે છે. બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવે શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં કલ્યાણ જ્વેલર્સના વિવિધ કલેક્શનની વ્યાપક રેન્જની ડિઝાઇન છે. આ કાર્યક્રમમાં લોકો, ચાહકો અને ગ્રાહકો સુપરસ્ટારની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉષ્માભર્યા સ્વાગતથી લોંચમાં એક જીવંત ઉર્જાનો ઉમેરો થયો, જે આ નવા શોરૂમના ઉદઘાટન અંગે લોકોનો ઉત્સાહ અને અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે.

આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાત રાજ્યમાં 11 સ્થળોએ પોતાની હાજરી નોંધાવી છે. આ નવા શોરૂમમાં માનવંતા ગ્રાહકો વિશ્વ કક્ષાના માહોલમાં ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથે શોપિંગનો અનુભવ પ્રાપ્ત કરશે.

શોરૂમ ખાતે ઉપસ્થિત ઉત્સાહી લોકોને સંબોધતા બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવે જણાવ્યું હતું કે “કલ્યાણ જ્વેલર્સના નવા શોરૂમના ઉદ્ઘાટન માટે આજે અહીં ઉપસ્થિત રહેતા મને આનંદ થાય છે. કલ્યાણ જ્વેલર્સનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવની વાત છે. આ એક એવી બ્રાન્ડ છે જે વિશ્વાસ, પારદર્શકતા અને ગ્રાહક-કેન્દ્રિતતાના સિદ્ધાંતો પર મજબૂત રહે છે. મને વિશ્વાસ છે કે માનવંતા ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સને ઉમળકાભેર વધાવી લેશે, સર્વિસ આધારિત શોપિંગનો અનુભવ માણશે તથા કંપની દ્વારા ઓફર કરાતી વિવિધ રેન્જના જ્વેલરી કલેક્શન જોઈ શકશે.”

કંપનીના નવા શોરૂમ અંગે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરમણે જણાવ્યું હતું કે, “ગોધરામાં અમારા નવા શોરૂમના લોંચ સાથે અમારો ઉદ્દેશ્ય એક સમાવેશક ઇકોસિસ્ટમ વિકસિત કરવાનો તથા અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે, જેથી તેમના ખરીદીના અનુભવમાં વધારો કરી શકાય. અમે કંપનીના વિશ્વાસ અને પારદર્શિતાના સિદ્ધાંતોનું પાલન કરતાં અમારા ગ્રાહકોને વિશ્વસ્તરીય વાતાવરણ પ્રદાન કરીને સતત આગળ વધવાની ઇચ્છા રાખીએ છીએ. કલ્યાણ જ્વેલર્સ ખાતે અમે ગુણવત્તા અને સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્કૃષ્ટ અને અનોખા જ્વેલરી ડિઝાઇનની વિશાળ શ્રેણી ઓફર કરતાં રાખીશું.”

આ લોંચ ઊજવણી કરતા કલ્યાણ જ્વેલર્સે તેમની જ્વેલરીની ખરીદી ઉપર મહત્તમ લાભો આપવા તેના માનવંતા ગ્રાહકોને તક આપતાં વિવિધ ઓફર્સની જાહેરાત કરી છે. આ ઉપરાંત બજારમાં સૌથી ઓછો ભાવ ધરાવતા અને તમામ કંપની શોરૂમ્સમાં સ્ટાન્ડર્ડાઇઝ એવા કલ્યાણ સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટ નવા શોરૂમથી જ્વેલરીની ખરીદી પર લાગુ પડશે, જે સરળ અને સર્વિસ-આધારિત ખરીદીનો અનુભવ સુનિશ્ચિત કરી શકાય. માનવંતા ગ્રાહકો શુદ્ધતાની ગેરંટી, દાગીનાનું મફત આજીવન સમારકામ, પ્રોડક્ટની વિસ્તૃત માહિતી, પારદર્શક એક્સચેન્જ તથા બાય-બેક પોલિસીનો લાભ આપતું કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ મેળવશે. આ સર્ટિફિકેશન તેના ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ પૂરી પાડવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ શોરૂમ મુહુરત (લગ્નપ્રસંગ માટેના દાગીના), મુદ્રા (હાથ વડે તૈયાર કરાયેલી એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિઆ (સોલિટેર જેવી ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વા (વિશેષ પ્રસંગો માટેના ડાયમંડ્સ), અંતરા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (રોજબરોજ પહેરવા માટેના ડાયમંડ્સ), રંગ (કિંમતી રત્નોની જ્વેલરી) અને તાજેતરમાં લોન્ચ કરેલી લીલા (કલર સ્ટોન અને ડાયમંડ જ્વેલરી) સહિતની કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ રજૂ કરશે.

બ્રાન્ડ, તેના કલેક્શન અને ઓફર્સ વિશે વધુ માહિતી મેળવવા માટે વેબસાઇટ https://www.kalyanjewellers.net/ની મુલાકાત લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.