બોલિવૂડ સ્ટાર વાણી કપૂર બોન્ઝર7ની બ્રાન્ડ એમ્બેસડર તરીકે જોડાઈ
- કંપનીએ બોલિવૂડ સ્ટારને દર્શાવતું “ક્યા બાત હૈ” કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે
- એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (એજીએલ)ની બ્રાન્ડ બોન્ઝર7 આધુનિક ભારત માટે પ્રીમિયમ ટાઇલ્સ ઓફર કરે છે
અમદાવાદ, 10 જાન્યુઆરી, 2025 – એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની અગ્રણી ટાઇલ્સ બ્રાન્ડ બોન્ઝર7 એ બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને તેની બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કર્યાની જાહેરાત કરી છે. આ જોડાણ ખૂબ જ મહત્વપૂર્ણ અને રોમાંચક છે કારણ કે તે વાણીની સ્ટાઇલ અને બહુમુખી પ્રતિભાને ગ્રાહકો માટે લક્ઝુરિયસ અને નવીનતમ પ્રોડક્ટ્સ પૂરી પાડવાની બોન્ઝર7ની પ્રતિબદ્ધતા સાથે જોડે છે.
કંપનીએ બોલિવૂડ સ્ટારને દર્શાવતું “ક્યા બાત હૈ” કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે. વાણી કપૂરને સાઇન કરીને બ્રાન્ડનો ઉદ્દેશ બજારમાં તેની ઉપલબ્ધતા ને વધુ વિસ્તારવાનો અને બહોળા ગ્રાહક વર્ગ, ખાસ કરીને યુવાનો સાથે જોડાવાનો છે.
યુવા અને ખુબજ ઝડપથી વિકાસ પામતી બ્રાન્ડ તરીકે બોન્ઝર7 તેની નવીનતમ અને સમૃદ્ધ પ્રોડક્ટ કલેક્શન્સ સાથે સમય કરતાં આગળ રહેવા માટે સમર્પિત છે. બ્રાન્ડ ડેકોરેટિવ, સ્ટાઇલિશ અને ટ્રેન્ડી પ્રોડક્ટ્સમાં લીડર તરીકે અલગ તરી આવે છે. મોરબીની અગ્રણી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરતા તે સમકાલિન ટ્રેન્ડ્સ સાથે કિફાયતીપણાને ભેળવે છે જે તેને ગુણવત્તા અને સ્ટાઇલ બંને ઇચ્છતા લોકો માટે આદર્શ પસંદગી બનાવે છે.
આ સહયોગ અંગે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે “અમે વાણી કપૂરનું બોન્ઝર7 પરિવારમાં સ્વાગત કરતા રોમાંચિત છીએ. અમારી બ્રાન્ડની વેલ્યુ અને એનર્જી વાણીની વાઇબ્રન્ટ પર્સનાલિટી અને મંત્રમુગ્ધ કરતી પર્સનાલિટી સાથે મેળ ખાય છે જે તેને એક આદર્શ જોડાણ બનાવે છે. વાણીના જોડાવાથી અમને બહોળા ગ્રાહક વર્ગ સાથે જોડાવામાં અને અમારી પ્રોડક્ટની સુંદરતા, ભવ્યતા અને ગુણવત્તા રજૂ કરવામાં મદદ મળશે.”
બ્રાન્ડ એમ્બેસડર તરીકે વાણી બોન્ઝર7ના કેમ્પેઇનનો ચહેરો બની રહેશે અને વિવિધ રેન્જના ટાઇલ્સનું પ્રમોશન કરશે. તેના જોડાવાથી બ્રાન્ડની વિઝિબિલિટી વધશે અને સ્ટાઇલિશ તથા સોફિસ્ટિકેટેડ હોમ ડેકોર સોલ્યુશન્સ ઇચ્છતા ગ્રાહકોમાં તેની અપીલમાં વધારો થશે.
વાણી કપૂરે જણાવ્યું હતું કે “લક્ઝરી અને ઇનોવેશન સાથે સંપૂર્ણપણે મેળ ખાતી ડાયનેમિક બ્રાન્ડ બોન્ઝર7 સાથે જોડાતા હું રોમાંચિત છું. ગુણવત્તા અને ઉત્કૃષ્ટ ડિઝાઇન ઉપરાંત આધુનિક સુંદરતા માટેની તેમની અદ્વિતીય પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણાદાયી છે. હું તેમની સાથે સહયોગ સાધવા અને તેમની સફરમાં યોગદાન આપવા માટે ઉત્સાહી છું અને અમે સફળતા તથા નવીનતાના ભાવિને આકાર આપવા માટે સાથે મળીને કામ કરીશું.”
ભારતની સૌથી મોટી સિરામિક કંપનીઓ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે 2007માં તેની કામગીરી વિસ્તારી હતી અને બોન્ઝર7નું નિર્માણ કર્યું હતું. પ્રોફેશનલી મેનેજ્ડ બ્રાન્ડ તરીકે બોન્ઝર7 પ્રીમિયમ સિરામિક માર્કેટમાં એક જાણીતું નામ બની ગઈ છે. બોન્ઝર7 તેની અદ્વિતીય કારીગરી, આધુનિક ડિઝાઇન અને ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે. બ્રાન્ડની પ્રોડક્ટ્સ શ્રેષ્ઠ મટિરિયલ્સ અને આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવે છે જે ટકાઉપણું અને લાંબા સમય સુધી રહેતી સુંદરતા સુનિશ્ચિત કરે છે.