Western Times News

Gujarati News

બોલિવૂડ સ્ટાર્સ બાપ્પાના દર્શન માટે ટી-સીરીઝની ઓફિસે પહોંચ્યા

મુંબઈ,  દેશભરમાં અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને માયાનગરી મુંબઈની તો વાત જ કંઈક અલગ છે. એમાંય ખાસ કરીને બોલીવુડના સિતારાઓ અને સેલેબ્સ પણ ગણપતિ બાપ્પાને ખુબ માનતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા, ગણેશ મહોત્સવ અંતર્ગત મુંબઈમાં બાપ્પાના દર્શન કરવા માટે મુકેશ અંબાણી અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના ઘરે સ્ટાર્સનો મેળાવડો હતો. બોલિવૂડ સ્ટાર્સે ત્યાં પહોંચીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા અને ઘણા ફોટા ક્લિક કરાવ્યા હતા. હવે આ સ્ટાર્સ બાપ્પાના દર્શન કરવા ટી-સીરીઝની ઓફિસે પહોંચ્યા હતા.

આ દરમિયાન આ સ્ટાર્સે ન માત્ર કેમેરાની સામે જાેરદાર પોઝ આપ્યો પરંતુ તેમના આઉટફિટ્‌સ પણ ફ્લોન્ટ કર્યા. તસવીરોમાં જુઓ કયો સ્ટાર કઈ અંદાજમાં બાપ્પાના દર્શને પહોંચ્યો. સિદ્ધાર્થ મલ્હોત્રાએ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. સિદ્ધાર્થ સફેદ શર્ટ સાથે લૂઝ ટ્રાઉઝર પહેરીને બાપ્પાને જાેવા આવ્યો અને આશીર્વાદ લીધા.

જાેકે, કિયારા અડવાણી જાેવા મળી ન હતી. ઘણી ફિલ્મોમાં જાેવા મળેલી શ્રાવણી વાળા આ ખાસ અવસર પર પીળા ફૂલ પ્રિન્ટની સાડી પહેરીને પહોંચી હતી. અભિનેત્રીએ હાથ જાેડીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા. પોતાની સાદગી અને અભિનયથી ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂર પીળા સૂટ પહેરીને પહોંચી હતી.

અભિનેત્રીએ હસતી વખતે જાેરદાર પોઝ આપ્યો હતો. બોલિવૂડના અન્ના તરીકે જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી પણ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, અભિનેતા સફેદ શર્ટ સાથે કાળા ગોગલ્સ પહેરેલો જાેવા મળ્યો હતો. આ પ્રસંગે હોસ્ટ અને કોમેડિયન મનીષ પોલ સફેદ શર્ટમાં પ્રજ્ઞા કપૂર સાથે પહોંચ્યા હતા. બંનેએ બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

પ્રખ્યાત નિર્દેશક મધુર ભંડારકર સફેદ શર્ટ અને સફેદ જીન્સ પહેરીને પહોંચ્યા હતા અને હાથ જાેડીને બાપ્પાના આશીર્વાદ લીધા હતા. રાજકુમાર રાવ પત્ની પત્રલેખા સાથે કેમેરામાં કેદ થયા હતા. રાજકુમાર ગુલાબી કુર્તામાં જાેવા મળ્યો હતો, જ્યારે પત્રલેખા જાંબલી રંગના લોગ ડ્રેસમાં જાેવા મળી હતી.

અનન્યા પાંડે આ પ્રસંગે ઓરેન્જ કલરનો સૂટ પહેરીને પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, અનન્યા હાલમાં જ ‘ડ્રીમ ગર્લ ૨’માં જાેવા મળી હતી. આ ફિલ્મ હિટ થઈ. અનન્યા ઉપરાંત આયુષ્માન ખુરાના પણ લીડ રોલમાં હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.