બોલિવૂડની હોરર ફિલ્મ ‘બી ગ્રેડ’ની અને માન ગુમાવ્યુ: વિશાલ ફુરિયા

મુંબઈ, નુશરત બરુચા અને સોહા અલી ખાનની ફિલ્મ ‘છોરી ૨’નું ટીઝર થોડાં દિવસો પહેલાં લોંચ થયું છે. ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. ટીઝર પરથી આ ફિલ્મ અતિ ડરામણી અને જકડી રાખે તેવી હોય એવું લાગે છે, તેનાથી દર્શકોની હોરર ફિલ્મ માટે અપેક્ષાઓ પણ ખુબ વધી ગઈ છે.
ત્યારે આ ફિલ્મના ડિરેક્ટર વિશાલ ફુરિયાએ બોલિવૂડમાં હોરર ફિલ્મના ટ્રેન્ડ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે બોલિવૂડની હોરર ફિલ્મ બી ગ્રેડની બની ગઈ છે તેથી હોરર ફિલ્મોએ માન ગુમાવ્યું છે.
ત્યારે હવે કોઈએ તેની આધારભૂત અને ક્લાસિક સ્ટાઇલ પાછી લાવવાની જરૂર છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વિશાલ ફુરિયાએ જણાવ્યું, “બોલિવૂડમાં હોરર ફિલ્મ મજાક બની રહી છે, તેણે પોતાનું માન ગુમાવી દીધું છે અને બી ગ્રેડની બની રહી છે.”
વિશાલ ફુરિયા ‘છોરી ૨’માં રસપ્રદ વાર્તામાં હોરર ઉમેરીને સાથે ઇન્ડસ્ટ્રીનો દૃષ્ટિકોણ બદલવા માગે છે. તે આ પ્રકારની ફિલ્મને સોશિયલ હોરર ગણાવે છે, તે નબળાંને દબાવવું તેમજ તેમાં ડર પ્રસરાવીને સુપર નેચરલ તત્વોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.
આ ટીઝરની ટેગલાઇનમાં લખાયું કે ‘વધુ એક વાર, એ જ ખેતર, એ જ ડર, એ જ ખૌફ..છોરી ૨ પ્રાઇમ પર, ૧૧ એપ્રિલે.’ આ ફિલ્મના પહેલા ભાગના ઘણા વખાણ થયાં હતાં. વિશાલ ફુરિયા હવે સિક્વલમાં પણ એ જ પરંપરા જાળવી રાખવા માગે છે. આ ફિલ્મમાં ગાશ્મીર મહાજાની, સૌરભ ગોયલ, પલ્લવી અજય, કુલદીપ સરીન અને હાર્દિકા શર્મા જેવા કલાકારો પણ છે.SS1MS