અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફમાં બોમ્બ વિસ્ફોટ
કાબુલ, અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. તેમાં તાલિબાની ગવર્નર સહિત બે લોકોના મોત નીપજ્યા છે. આ બોમ્બ વિસ્ફોટમાં ૩ લોકોની મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. તાલિબાની પોલીસ પ્રવક્તા તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ગવર્નર ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો.
તાલિબાન સ્થાનિક પોલીસ પ્રમુખ પ્રવક્તા મોહમ્મદ આસિફ વઝીરીના જણાવ્યા પ્રમાણે, મજાર-એ-શરીફ શહેરમાં ગવર્નરની ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ થવાથી ૩ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં ગવર્નર મોહમ્મદ દાઉદ મુઝમ્મલ નૂરજાઈ અને અન્ય ૨ વ્યક્તિ સામેલ છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાને ઓગસ્ટ ૨૦૨૧માં કબ્જાે જમાવ્યો હતો. ત્યારપછી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન તરફથી સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ સંગઠન સુરક્ષાદળ અને શિયા અલ્પસંખ્યકોને વારંવાર નિશાનો બનાવે છે. અફઘાનિસ્તાનમાં સત્તારૂઢ થયેલી તાલિબાન સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત પર ઘણી કાર્યવાહી કરી છે. તાલિબાને આઇએસકેપીના મિનિસ્ટર ઓફ વોર અને મિલિટ્રી ચીફ કારી ફતેહની હત્યા કરી હતી. કારી ફતેહને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મે ૨૦૨૨માં આઇએસકેપીના મિલિટ્રી ચીફ તરીકે નિમ્યા હતા.
ફતેહ આઇએસકેપી માટે રણનીતિ બનાવતો હતો. તેણે થોડા સમય પહેલાં જ કાબુલમાં રશિયા, પાકિસ્તાન અને ચીની એમ્બેસી પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. કારી તુફૈલ ઉર્ફ ફતેહ નાંગરહારમાં આઇએસકેપીના નિયંત્રણ દરમિયાન પૂર્વી વિસ્તારનો કમાન્ડર હતો. છેલ્લા ઘણાં દિવસથી તેણે ટીમની રણનીતિમાં ફેરાફાર કર્યો હતો અને કારી ફતેહને રહસ્ય વિભાગના ચીફ બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૨માં ઉત્તરી અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ શહેરમાં આવેલી એક મસ્જિદમાં જાેરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૨૦થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ વિસ્ફોટમાં ૫૦થી વઘુ લોકો ઘાયલ થયા હતા. મજાર-એ-શરીફના તાલિબાની કમાન્ડર પ્રવક્તા આસિફ વઝીરીએ આ માહિતી આપી હતી. SS3.PG