Western Times News

Gujarati News

દિલ્હીની ૪૦ શાળાઓને બોમ્બની ધમકીથી હડકંપ

નવી દિલ્હી, દિલ્હીમાં આજે (નવમી ડિસેમ્બર) વહેલી સવારે એક બાદ એક ૪૦થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો હતો. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સવારે શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, ફાયર વિભાગ તથા પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી ગઈ છે અને પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટકની કોઈ પુષ્ટિ મળી નથી. આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે જે ઈમેલ મોકલનારાએ ૩૦ હજાર ડોલરની માંગ પણ કરી હતી.દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક સીઆરપીએફ શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે.

તામિલનાડુની એક સીઆરપીએફ શાળાને ૨૧મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યારબાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી.

જો કે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.૨૦મી ઓક્ટોબરે, દિલ્હીના રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની દીવાલને એક શક્તિશાળી વિસ્ફોટથી હચમચાવી દેવામાં આવ્યો હતો, જેમાં નજીકની દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ કે ઈજાના થઈ નહતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.