એક જ દિવસમાં વધુ ૫૦ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઃ તમામ અફવા
નવી દિલ્હી, દેશમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાનોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી યથાવત રહી છે. છેલ્લાં ૨૪ કલાકમાં આશરે ૮૦ વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. મંગળવારે જ ૫૦થી વધુ વિમાનોને મળેલી ધમકી અફવા પૂરવાર થઇ હતી.
જેને પગલે ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. જોકે આને કારણે હજારો મુસાફરો અને સલામતી સંસ્થાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક અંદાજ પ્રમાણે આ ધમકીને કારણે વિમાની કંપનીઓને રૂ. ૬૦૦ કરોડનું નુકસાન થયું હતું.
મંગળવારે જ લગભગ ૫૦ ફ્લાઈટ્સ, જેમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ૧૩ ફ્લાઈટને બોમ્બની ધમકીઓ મળી હતી. અકાસા એરની ૧૨થી વધુ ફ્લાઈટ્સ માટે અને વિસ્તારાની ૧૧ જેટલી ફ્લાઈટ્સને પણ ધમકીઓ મળી હતી. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને વિસ્તારાની આશરે ૩૦ જેટલી ફ્લાઇટ્સને બોમ્બની ધમકી મળી હતી.
ઉલ્લેખનીય છે કે માત્ર નવ દિવસોમાં જ ભારતીય વિમાની કંપનીઓને ૧૭૦થી વધુ ફ્લાઇટ્સ મળતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયામાંથી મળતી ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લેતું. ડોમેસ્ટિક ફ્લાઇટમાં વિક્ષેપ માટે આશરે રૂ. ૧.૫ કરોડનું નુકસાન થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રૂ. ૫-૫.૫ કરોડનો ખર્ચ થતો હોય છે.તમામ ફ્લાઇટ્સના મુસાફરોને એરપોટ્ર્સ પર સલામત સ્થળોએ ઉતારવામાં આવ્યા હતા.
અકાસાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેની કેટલીક ફ્લાઇટ્સને સલામતી એલટ્ર્સ મળ્યા હતા. વિમાની કંપની સલામતીની તમામ પ્રક્રિયાનું પાલન કરી રહી છે.
વિસ્તારાના પ્રવક્તાએ પણ ફ્લાઇટ્સને ધમકી મળી હોવાની માહિતી આપી હતી. અમે સંબંધિત સત્તાવાળાઓને તત્કાળ એલર્ટ કર્યા હતા. એર ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે તેની અનેક ફ્લાઇટ્સને સોશિયલ મીડિયા પરથી સલામતીની ધમકી મળી.SS1MS