સાડીમાં અપ્સરા લાગી બોની કપૂરની દીકરી ખુશી કપૂર
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાન્હવી કપૂરે ફિલ્મોની દુનિયામાં પગ જમાવી ચૂકી છે. જાહ્નવી તેના જાેરદાર અભિનયથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. તો બીજી તરફ, હવે તેની નાની પુત્રી ખુશી કપૂર પણ ખૂબ જ ટૂંક સમયમાં એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. Boney Kapoor’s daughter Khushi Kapoor
ખુશી ઝોયા અખ્તરના દિગ્દર્શિત ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ અંગે તેના પિતા બોની કપૂરે તેની એક્ટિંગ કરિયરની યોજના વિશે ખુલાસો કર્યો છે. તે કહે છે કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ખુશી કપૂર અભિનેત્રી બનવા માંગે છે. એક મીડિયા સંસ્થા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે જ્યારે તેની પત્ની શ્રીદેવીનું નિધન થયું ત્યારે ખુશી કપૂરની ઉંમર ૧૬ વર્ષની હતી.
તેણે વધુમાં કહ્યું કે તે સમયે બંનેને ખુશીને લઈને કોઈ આશા નહોતી. બની શકે કે ખુશી અભિનેત્રી બનવા માંગતી હોય, પરંતુ અમે એવું બિલકુલ વિચાર્યું ન હતું. માતા-પિતા તરીકે, અમે એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત હતા કે તે સારી રીતે અભ્યાસ કરે અને તેનું શાળાકીય શિક્ષણ પૂરું કરે.SS1MS