ઝૂમ સેલ્ફ ડ્રાઈવ એપમાં બુક કરાવી ગઠિયા કાર લઈ ફરાર

પ્રતિકાત્મક
મોબાઈલ સ્વિચ ઓફ આવતાં GPSની મદદથી માલિક પોતાની કાર લઈને આવ્યો
(એજન્સી) અમદાવાદ, ઝૂમ સેલ્ફ ડ્રાઈવ એપ્લિકેશનમાં કાર બુક કરીને ગઠિયા નાસી જતા પોલીસે ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. ૩ જૂન સુધી ગઠિયાઓએ સેલ્ફ ડ્રાઈવ તરીકે કારનું બુકિંગ કર્યું હતું. જોકે તે નિયત કરેલા સમય પર નહીં આવતા ચીટિંગ થયું હોવાનું સામે આવ્યું હતું, ગઠિયાઓએ તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. જોકે કારમાં જીપીએસ ચાલુ હોવાના કારણે કારનો માલિક જે તે સ્થળ પર પહોંચી ગયો હતો.
નરોડા વિસ્તારમાં આવેલા પંજરી રેસિડેન્સીમાં રહેતા દિવ્યરાજસિંહ ચૌહાણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અંકિત પંચાલ અને હિતેશ પંચાલ નામના યુવક વિરૂદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. દિવ્યરાજસિંહ ચૌહાણે તેની પત્નીના નામ ઉપર લીધેલી ગાડીને ઝૂમ કાર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ઝૂમ સેલ્ફ ડ્રાઈવ ઓનલાઈન રજિસ્ટર કરીને ધંધાર્થે મૂકી હતી. દિવ્યરાજસિંહની ગાડી સરદારનગર ખાતે આવેલા પે એન્ડ પા‹કગમાં મૂકી હતી.
ઝૂમ કાર કંપની તરફથી ગાડીમાં જીપીએસ લોક અનલોક ડિવાઈસ અને સીપીયુ ફિટ કરવામાં આવ્યા છે. ઝૂમ કાર કંપનીની ઓનલાઈન એપ્લિકેશનમાં જે કસ્ટમર કારનું ઓનલાઈન બુકિંગ કરે તે જાતે જ પા‹કગમાં જઈને મોબાઈલ ફોનમાં ફોટો પાડી ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ગાડી લેવાની હોય છે. ગાડીના માલિકના મોબાઈલમાં પણ ઝુમ કાર કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ હોય છે જેથી કોઈ પણ કસ્ટમર કારનું ઓનલાઈન બુકિંગ કરાવી રેન્ટ ઉપર લઈ જાય તો તેની માહિતી મળી જાય છે.
ર૭ મેના રોજ પે એન્ડ પા‹કગમાં નોકરી કરતા સંતોષભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તમારી ગાડી અંકિત પંચાલે બુક કરાવી છે પરંતુ તેના બદલામાં હિતેશ પંચાલ ગાડી લેવા આવ્યા છે. દિવ્યરાજસિંહે ગાડી આપવાનો ઈનકાર કરી દીધો હતો અને જે નામનું બુકિંગ હોય તેને જ ગાડી આપવામાં આવશે તેમ કહ્યું હતું.
મોડી રાતે અંકિત અને હિતેશ પે એન્ડ પા‹કગમાં કાર લેવા માટે પહોચી ગયા હતા બંને જણાએ તેમના ડોકયુમેન્ટ તેમજ ફોટોગ્રાફસ સહિતની પ્રક્રિયા ઓનલાઈન પુરી કરી દીધી હતી
પ્રક્રિયા પૂરી થઈ જતા જ બંને જણા કાર લઈને જતા રહ્યા હતા ર૭મેથી ર જૂન સુધી કારનું બુકિંગ હતું જેથી તે પોતાની રીતે ફર્યા હતા. બાદમાં ર જૂનના રોજ અંકિત પચાલે એક દિવસ વધુ કાર રાખવાની હોવાનું કહીને ઓનલાઈન પ્રોસિજર પૂરી કરી હતી. ૩ જૂનના રોજ અંકિત પંચાલ કાર લઈને પરત નહીં આવતા દિવ્યરાજસિંહને શંકા ગઈ હતી.