ડિજિટલ યુગમાં લોથલ પરની નવલકથા ‘વખંભર’નું સર્જન આવકારદાયક
ઉષાબહેન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બે નવલકથાઓના પુસ્તકોનો પરિચય કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, સર્જકશ્રી દ્વારા આયોજિત પુસ્તક પરિચય સમારોહ ઉષાબહેન ઉપાધ્યાય (વાર્તાકાર, ક્વયિત્રી, ચિંતક)ના અધ્યક્ષસ્થાને તથા જિતેન્દ્રસિંહ રાઠોડના વિશે અતિથિ સ્થાને તથા નટવર ગોહેલ, અવિનાશ પરીખ, અભિલાષ મઢીવાળા, શશી પરીખ, વૈશાલી જીવાણી, અનામિકા, સ્નેહલ નિમાવતની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. જિતેન્દ્રસિંહ રાઠોડે લેખકોની બે નવલકથાઓ ‘વખંભર’ તથા ‘પડકાર’ને આવકાર આપ્યો હતો,
જયારે ઉષાબહેન ઉપાધ્યાયે ડિજિટલ યુગમાં લોથલ પર લખાયેલ નવલકથાના પ્રયોગને આવકાર્યો હતો. ડો. સ્નેહલ નિમાવત કુબાવતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં વૈશાલી જીવાણી તથા શશી પરીખ દ્વારા થયેલ પુસ્તક પરિચયની સરાહના થઈ હતી. અનામિકા વસાણી દ્વારા આભારવિધિ થઈ હતી.