સેમિકન્ડક્ટરની અછત છતાં નવી કાર ખરીદવા માટે બૂકિંગ વધ્યા
કારની માંગમાં ભારે વધારો થયો છે પરંતુ તેના સપ્લાયની ગતિ સરખામણીમાં ધીમી છેઃ
અમદાવાદ, નવી કાર ખરીદવા માટે અને તેના બૂકિંગનો ધમધમાટ છે પરંતુ, કારમાં ઉપયોગમાં લેવાતી એક ચિપે ઓટો સેક્ટરના નાકમાં દમ કરી નાખ્યો છે. આ ચિપ એટલે સેમિકન્ડક્ટર કે જેની અછતના લીધે છેલ્લા એક વર્ષથી અછત વર્તાઈ રહી છે અને લોકોની ઈચ્છા છતાં પોતાની ગમતી કાર ખરીદવા માટે લાંબી રાહ જાેવી પડી રહી છે. જેની સીધી અસર દેશના ઓટો સેક્ટર પર પડી રહી છે.
કાર ડીલરો પાસેથી મળતા આંકડા દર્શાવે છે કે નવી કાર માટે બૂકિંગ ઘણું ઊંચું છે અને વેઈટિંગ પિરિયડ વધારે લાંબો થઈ રહ્યો છે. આમ છતાં જાેઈએ તેટલા પ્રમાણમાં ડિલરો સુધી કાર પહોંચતી ના હોવાથી તેની સીધી અસર વેચાણ પર પડી રહી છે.
એક ઉદાહરણથી સમજીએ તો આખા ગુજરાતમાં જુલાઈ મહિનામાં ૨૪,૮૯૨ કારોનું વેચાણ થયું છે, ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના આંકડા પ્રમાણે તે જુલાઈ ૨૦૨૧ કરતા માત્ર ૪.૧૫% વધુ છે એટલે કે પાછલા વર્ષે જુલાઈમાં ૨૩,૮૯૯ કાર વેચાઈ હતી.
આ વર્ષે ફેબ્રુઆરીથી કારના વેચાણમાં ૨૦૨૧ની સરખામણીમાં આ મહિને ડબલ ડિજીટ ગ્રોથ જળવાઈ રહ્યો છે. FADA ગુજરાતના ચેરમેન, પ્રણવ શાહ જણાવે છે કે,”ડિલર્સ પાસે સારું બૂકિંગ છે. કારની ડિમાન્ડમાં પણ કંઈ ચિંતા જેવું નથી, જેઓ નવી કાર ખરીદવા માગે છે તેઓ બૂકિંગ કરાવી રહ્યા છે.”
જાેકે, નવી કારની સપ્લાય ચેઈન ધીમી હોવાથી માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક કાર અને જીેંફનું વેઈટિંગ ૯-૧૪ મહિના લાંબું થઈ ગયું છે. FADAના મત મુજબ રશિયા-યુક્રેન વોર પછી હવે તાઈવાન-ચાઈના ટેન્શન વધારી રહ્યા છે. FADA જણાવે છે કે, “આ કારણે, ફરી એકવાર સેમિકન્ડક્ટરની અછતનો ખતરો ઉભો થયો છે. કારણ કે ચિપ-બનાવતા ્જીસ્ઝ્રએ લાલ ઝંડો ઉઠાવ્યો છે કે જાે યુદ્ધ થશે તો તાઈવાનના ચિપ મેન્યુફેક્ચરર્સને ‘નિષ્ક્રિય’ કરવામાં આવશે.”