લાલપુર ગ્રામ પંચાયતનાં મહિલા સભ્ય પર બુટલેગરનો હુમલો
વડાલી, ઈડરના લાલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગંભીરપુરા આનંદનગર વસાહતમાં રહેતા શીલાબેન રણજીતભાઈ વસાવા જેઓ લાલપુર ગ્રામ પંચાયતના સદસ્ય છે. મહિલા સભ્ય પોતાના વિસ્તારમાં રોડનું કામ ચાલુ હોઈ પોતાની સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે અને તેમના વિસ્તારમાં વિકાસના થઈ રહેલા રોડનું કામ જોવા ગયા હતા
ત્યારે તેવોના આ વિસ્તારમં દારૂના બુટલેગર પંજાબસિંહ નામના વ્યક્તિ દ્વારા મહિલા સભ્યને તમે કેમ અહી આવ્યા છો તેમ કહી એકાએક ઉશ્કેરાઈ જઈ મહિલા સભ્યને શીરના ભાગે માર મારતા હાથેના ભાગે ઈજાઓ પહોંચી હતી જેવોને ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે એક દારૂના બુટલેગર દ્વારા મહિલા સભ્ય પર હુમલો કરાતા પોલીસ દ્વારા બુટલેગરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.