મોંઘી કારમાં લોકોનો દારૂ સપ્લાય કરતો શખ્સ ઝડપાયો
અમદાવાદ, શહેરના બોપલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને પ્રહલાદનગર વિસ્તારમાં ધનીક વેપારીઓ અને ઉધોગપતિઓના ઘરે મોંઘા દારૂની હોમ ડીલીવરી કરતા ગીરીશ મહારાજને પીસીબીની ટીમે નહેરુનગર નજીકથી ઝડપી લીધો હતો. છે.
તેની હોન્ડા સીટી કાર માંથી મોટા પ્રમાણમાં વિલાયતી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગીરીશ મહારાજથી સ્થાનીક વિસ્તારના તમામ પોલીસ અધિકારીઓ અને અન્ય લોકો માહીતગાર છે પરંતુ તેને ઝડપવાની કોઈ હિંમત કરતું ન હતું.
પીસીબી ઈન્સ્પેકટર તરલ ભટ્ટ અને પીએસઆઈ ડાભીને બાતમી મળી હતી. કે ઉધોગપતીઓને હોમ ડીલીવરી કરતો ગીરીશ મહારાજ ઉર્ફે ગીરી ત્રિવેદી રહે. પ્રહલાદનગર દારૂની હોમ ડીલીવીરી કરવા માટે હોન્ડા સીટી કાર લઈને નીકળ્યો છે. પોલીસે નહેરુ નગર સર્કલ નજીકથી ગીરીશ મહારાજને ઝડપી લીધો હતો.
તેની કારમાંથી વિલાયતી દારૂની ૩૧ બોટલ કબજે લીધી હતી. પ્રાથમીક તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે બનાસકાંઠા ડીસાના અશોક મારવાડીએઅ વિલાયતી દારૂનો જથ્થો ગીરીશ મહારાજને મોકલ્યો હતો. આ પ્રકરણમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણી વિગતો સામે આવે તેવી સંભાવના છે.