Western Times News

Gujarati News

બુટલેગરોએ બોગસ નામથી મોબાઈલ સીમકાર્ડ ખરીદ્યા હતા

બોટાદ જિલ્લામાં સર્જાયેલા ઝેરી દારુકાંડમાં બરવાળા, રોજિદ સહિત ૮ ગામમાં ૫૦ લોકોનાં મોત થયા હતા

બોટાદ, જિલ્લાના બરવાળા અને રોજિદ ગામ સહિતના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી દારુ કાંડ સર્જાયો હતો. આ ઝેરી દારુકાંડમાં ૫૦ જેટલાં લોકોનાં મોત થયા હતા. જે બાદ કેટલાંક પરિવારોએ પોતના ઘરનો મોભી પણ ગુમાવ્યો હતો. ત્યારે આ ઝેરી દારુકાંડમાં પોલીસની વધુ કાર્યવાહી સામે આવી છે.

પોલીસે એક મહિલા સાત આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કર્યો છે. સાથે જ પોલીસની તપાસમાં બુટલેગરો દ્વારા કેટલાંક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ સિવાય એવો પણ ખુલાસો થયો છે કે, આર્થિક લાભ માટે બુટલેગરો દ્વારા કાવતરું રચવામાં આવ્યું હતું. પોલીસે ઝડપેલા સાતેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

બોટાદ જિલ્લામાં સર્જાયેલા ઝેરી દારુકાંડમાં બરવાળા, રોજિદ સહિત આસપાસના ૮ ગામોમાં ૫૦ જેટલાં લોકોનાં મોત થયા હતા. આ ઝેરી દારુકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. ત્યારે હજુ પણ પોલીસ આ કેસમાં કાર્યવાહી કરી રહી છે.
પોલીસે આ ઝેરી દારુકાંડમાં એક મહિલા સહિત સાત આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધ્યો છે.

ત્યારે આ ઝેરી દારુકાંડની તપાસમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં એવા પણ ખુલાસા થયા છે કે, બુટલેગરોએ બોગસ નામથી કેટલાંક મોબાઈલ સીમકાર્ડ ખરીદ્યા હતા. બુટલેગરોએ આર્થિક લાભ માટે કાવતરું રચ્યું હતું એવો પણ ખુલાસો થયો છે.

ત્યારે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર પોતે જ ફરિયાદી બન્યા હોવાની વિગતો પણ સામે આવી છે. મહત્વનું છે કે, પીપળજમાં આવેલી એમોસ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા આરોપી જયેશ ખાવડિયાએ કંપનીમાંથી મિથેનોલ કેમિકલ ચોર્યું હતું. બાદમાં તેણે સ્થાનિક બુટલેગરોને સપ્લાય કર્યું હતું.

આરોપી જયેશ ઝડપથી રુપિયા કમાવવા માંગતો હોવાથી તેણે આ કાંડને અંજામ આપ્યો હતો. સાથે જ તેણે લાંભા વિસ્તારમાં એક મકાન જાેઈ રાખ્યું હતું અને તે આ મકાન ખરીદવા માંગતો હતો. જે બાદ આ ઝેરી દારુકાંડ સર્જાયો હતો.

બીજી તરફ, એમોસ કંપનીના ડિરેક્ટર્સ પર પણ કેટલાંક આક્ષેપો થયા છે. ત્યારે એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસ ઉચ્ચ અધિકારી નિર્લિપ્ત રાયને આ કેસની તપાસ માટે મેદાને ઉતારવામાં આવ્યા હતા.

જેઓએ પોતાની ટીમ સાથે એમોસ કંપનીના ડિરેક્ટર્સના ઘર, ઓફિસ, ફાર્મ હાઉસ સહિતની જગ્યાએ દરોડા પાડ્યા હતા. સાથે જ એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેને હાઈ કોર્ટે ફગાવી હતી. ત્યારે હજુ પણ આ કેસમાં રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.