Western Times News

Gujarati News

બોપલ અને SG હાઇવેની મનપસંદ રહેણાંક માર્કેટ્સ તરીકે ઓળખ થઈ

પ્રતિકાત્મક

અમદાવાદમાં રહેણાક પ્રોપર્ટીની કિંમતોમાં ત્રિમાસિક ધોરણે 1.1 ટકાનો વધારો, માગ (ત્રિમાસિક ધોરણે 1.5 ટકા) અને પુરવઠા (ત્રિમાસિક ધોરણે 4 ટકા)માં આંશિક ઘટાડોઃ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q3, 2022

  • 3 બીએચકે ઘરો માટેની માગ અને પુરવઠો અનુક્રમે 44 ટકા અને 45 ટકા હિસ્સો ધરાવે છે

 અમદાવાદ, અમદાવાદમાં રહેણાક કિંમતોમાં ત્રિમાસિક ધોરણે 1.1 ટકાનો વધારે થયો હતો. દરમિયાન રહેણાક રિયલ એસ્ટેટ માટે માગ (સર્ચ)માં ત્રિમાસિક ધોરણે 1.5 ટકાનો ઘટાડો થયો હતો અને પુરવઠા  (લિસ્ટિંગ્સ)માં ત્રિમાસિક ધોરણે 4 ટકાનો ઘટાડો થયો હતો એવો ખુલાસો મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q3, 2022માં થયો હતો.

એસજી હાઇવે, બોપલ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં હાઉસિંગ માર્કેટમાં 3 બીએચકે યુનિટનું વર્ચસ્વ છે, જે કુલ માગમાં 44 ટકા અને કુલ પુરવઠામાં 45 ટકા હિસ્સો ધરાવે છે. મિડ-સેગમેન્ટ પ્રોપર્ટીઓ માટે રહેણાક માગ અને પુરવઠો અનુક્રમે 41 ટકા અને 45 ટકા છે.

આ ટ્રેન્ડ પર મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પાઇએ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક ખાસિયતો અને ચોમાસાની સિઝનને કારણે રહેણાકની માગ અને પુરવઠામાં ચક્રીય ઘટાડો થયો છે. જોકે તહેવારનાં આગામી મહિનાઓને રિયલ એસ્ટેટ રોકાણ માટે પવિત્ર ગણવામાં આવે છે અને અમને માગ અને પુરવઠામાં ઝડપથી સુધારો થવાની અપેક્ષા છે. આકર્ષક ઓફર્સ અને ડિલ્સ સાથે પ્રોપર્ટી ખરીદવા અમે અમારા ડ્રીમ હોમ ફેસ્ટિવલ (ડીએચએફ)ની છઠ્ઠી એડિશનની 1 ઓક્ટોબર2022થી શરૂઆત કરી છે અને અમને ખાતરી છે કેચાલુ વર્ષ અગાઉની એડિશનોની જેમ સફળતા મેળવશે.

રિપોર્ટમાં બોપલ અને એસજી હાઇવેને ઉત્કૃષ્ટ જોડાણ, અતિ વિકસિત માળખા તથા સતત વધતી આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓથી રોજગારીની આકર્ષક તકોને કારણે સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા રહેણાંક માઇક્રો-બજારો તરીકે ઓળખવામાં આવ્યો હતો.

ઉપરાંત અમદાવાદમાં મોટા ભાગની માગ પશ્ચિમ અને ઉત્તરના નોન-બજારોમાં કેન્દ્રિત છે, જેમ કે નારોલ-નરોડા રોડ, ચાંદખેડા-મોટેરા, પ્રહલાદનગર અને પાલડી-આંબાવાડી, જે માટે વિવિધ એફોર્ડેબલ રહેણાક અને વાણિજ્યિક પ્રોજેક્ટ જવાબદાર છે.

રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે, ગ્રાહકો વધતી કિંમતોથી વાકેફ હોવાથી તેઓ કિંમતમાં વધુ વધારા અગાઉ રોકાણ કરશે. રિપોર્ટમાં અમદાવાદના રહેણાક ક્ષેત્ર માટે વૃદ્ધિની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.