બોપલ,ચાંગોદર, બગોદરામાં સાધુવેશમાં આવતા શખ્સોનો આતંક
સાધુવેશમાં આવેલા શખ્સોએ આધેડને માર મારી લૂંટી લીધા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના આધેડ પોતાના વતન સાયલા નૈવેદ કરીને પરત અમદાવાદ આવી રહયા હતા. ત્યારે રસ્તામાં સાધુવેશમાં આવેલા શખ્સ સાધુવેશમાંથી આવેલા બે શખ્સોએ મંદીરનું સરનામું પુછયા બાદ આગળ જઈને આધેડને રોકીને માર માર્યો હતો.
ઝપાઝપી કરીને બંને શખ્સોએ ૧.૧પ લાખના દાગીની પણ લુંટી લીધા હતા. બંને શખ્સો ગાડી ભગાવીને ભાગતાં હતા અઅને ત્યારે આધેડ ચાલુ ગાડીએ બંને પકડતા તેમને ધકકો મારીને પાડી દીધા હતા. આ મામલે બગોદરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છેકે ગ્રામ્ય વિસ્તારમાં બોપલ, ચાંગોદર અને બગોદરામાં સાધુવેશમાં આવેલા શખ્સોના આતંક વધી ગયો હોવા છતાં ગ્રામ્ય એલસીબી અને એસઓજી સહીતની પોલીસ ગુનાના ભેદ ઉકેલવામાં નિષ્ફળ નીવડી છે.
મુળ સુરેન્દ્રનગરના કાંતીભાઈ ચાવડા અમરાઈવાડી ખાતે રહે છે. અને કડીયાકામ કરે છે. ગત બીજી ઓકટોબરના રોજ પત્ની હંસાબેન સાથે નૈવેદ કરવા માટે એકિટવા લઈને સાયલા ખાતે વતનમાં ગયા હતા. ત્યાંથી ગત તા.૧રમીએ પરત આવતા હતા ત્યારે બગોદરા રોહીકા ઓવરબ્રીજ પાસે એક કારચાલકે એકટીવા ઉભું રખાવ્યું હતું. ગાડીમાં સાધુના વેશમાં બેઠેલા શખ્સે મહાદેવનું મંદીર કયાં આવ્યું તેમ પુછીને વાતો કરી હતી.
બાદમાં કાંતીભાઈ આગળ નાસ્તો કરવા રોકાયા ત્યારે ગાડીમાં આવેલા બે શખ્સો આવ્યા અને કાંતીભાઈને માર મારવા લાગ્યા હતા. આરોપીઓએ કાંતીભાઈ સાથે ઝપાઝપી કરીને સોનાની ચેઈન લુંટી લીધી હતી. બાદમાં આરોપીઓ ગાડીમાં બેસીને ભાગવા જતા કાંતીભાઈએ પકડી રાખતા આરોપીઓ ગાડી ભગાવીને ભાગતા હતા.
ચાલુ ગાડીએ લટકી રહેલા કાંતીભાઈને અનેક અંતર સુધી ઢસડયા હતા. સાધુના વેશમાં રહેલા શખ્સે કાંતીભાઈને ફેટ મારીને ધકકો મારીને પાડી દીધા હતા. આ બંને શખ્સો ૧.૧પ લાખના દાગીના લૂંટીને ભાગી જતા બગોદરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.