Western Times News

Gujarati News

બોપલ-ઘુમા-શાંતીપુરા સર્કલ સહીત વિસ્તારોમાં ડ્રેનેજ બેકીંગની સમસ્યા હલ થયાનો AMCનો દાવો

પશ્ચિમના નવા વિસ્તારો માટે મેઈન ગટર લાઈનના ખર્ચમાં સીધો રૂ.૩૭ કરોડનો વધારો

(એજન્સી)અમદાવાદ, નવા પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીગ રોડની બંને બાજુના વિકસતા વિસ્તારોમાંથી ગટરના પાણીનો નિકાલ કરવા માટે મ્યુનિ. દ્વારા નવા રિગરોડ પર મેઈન ટ્રક લાઈન નાખવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ૯૩ કરોડના ટેન્ડર મંજુર કર્યા બાદ માઈક્રોટનલગના કામના ૩૭ કરોડ વધારી દેવાતાં વિવાદ છેડાયો છે.

મ્યુનિ. ઈજનેર ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે, ઔડા દ્વારા નિર્મીત એસપી રીગ રોડ પર નીચે ઔડાએ ૧પ વર્ષ પહેલાં મેઈન ડ્રેનેજ લાઈન નાખી હતી. જેમાં ઔડા વિસ્તારોમાં ૩૯ એમએલડી ડ્રેનેજ ફલો અને મ્યુનિ. વિસ્તારનો ૪૯૧ એમએલડી ડ્રેનેજ ફલો સહીત કુલ પ૪૦ એમેઅલડી ગટરના પાણી આવી રહયાં છે.

પરંતુ ઔડાએ નાખેલી હયાત ડ્રેનેજ મેઈન ટ્રન્ક લાઈનની ક્ષમતા પ૧૮ એમએલડી છે. જેના કારણે પીકઅવર્સમાં ડ્રેનેજના વધુ ફલોને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગટર બેક મારવાની અને ગટરના પાણી રોડ પર ઉભરાવાની સમસ્યાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સ્ટે.કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં આ વિસ્તારોમાં વિષમ પરીસ્થિતી સર્જાય છે. ગટરમાં ક્ષમતા કરતાં વધુ પાણીની સાથે વરસાદી પાણી પણ આવતાં હોવાથી ચારેકોર જળબંબાકારની સ્થિતી સર્જાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને ડ્રેનેજ લાઈનની ક્ષમતા વધારવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. અને આ વિસ્તારોમાં વિકાસની ગતીને જોતાં પાણી,ગટર, વરસાદી પાણી વગેરેની સમસ્યાના ઉકેલ લાવવા વિવિધ પ્રોજેકટ હાથ ધરાયા છે.

તેના ભાગરૂપે ડ્રેનેજ લાઈન એક મારવાની સમસ્યાના કાયમી ઉકેલ લાવવા લાંબાગાળાના આયોજન કરીને સનાથલ ઓવરબ્રીજના છેડાથી ફતેહવાડી થઈ સાબરમતી નદી સુધી નવી ડ્રેનેજ ટ્રન્કમેઈન લાઈન નાખવા સાથે ડ્રેનેજ પમ્પીગ સ્ટેશન અને એસટીપી બનાવવામાં આવશે.

તેમણે કહયું કે, કામગીરીમાં રેતાળ જમીન નડતરરૂપ બની રહી છે. ૧ર મીટર ઉડાઈમાં ખોદકામ દરમ્યાન વારંવાર સાઈડની માટી ધસી પડે છે. ફતેહવાડીથી સાબરમતી નદી સુધીના કામમાં તો ત્રણ મીટર ઉડાઈમાં ખોદાણ કામ કરતા જમીનમાંથી પાણી નીકળે છે.

આથી, આ પટ્ટામાં ૧,ર૦૦ રનીગ મીટરનું માઈક્રોટનીલીગની કામગીરી કરવા માટે લગગભગ રૂ..૩૭ કરોડનો વધારો કરવો ખુબ જ જરૂરી હોવાથી આ હેતુસર અંદાજે ૩૭ કરોડનો વધારાનો ખર્ચ કરવો પડે તેમ હોવાથી ૧૩૬ કરોડના રીવાઈઝ ટેન્ડરને મંજુરી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.