બોપલ ઘુમા નગરપાલિકાનો નવતર પ્રયોગ
જે જે સ્થળો પર મચ્છરોનું બ્રિડીંગ જાવા મળે ત્યાં દંડ ન કરતાં ૧૦૦૦ રોપા રોપવાનું તથા ૧ વર્ષ સુધી તે રોપાઓની જાળવણી કરવા માટે ફરજ પાડી છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ચોમાસામાં ઠેરઠેર પાણી ભરાવાની ગટરો બેક મારવાની કાદવ-કીચડની ફરીયાદોમાં વધારો હોય છે. જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના દર્દીઓમાં પણ વધારો થતો હોય છે. મ્યુ.કોર્પોરેશનના સત્તાવાળાઓ તરફથી જયાં જયાં પાણી ભરાતા જાવા મળે છે. તેવા સ્થળો પર જઈ દવા છાંટતા હોય છે. અને ખાનગી સ્થળો હોટલો, રેસ્ટોરન્ટો બાંધકામના સ્થળો પર પાણી ભરાયેલ થતા મચ્છરો બ્રિડીગ થતા જાવા મળે છે.
https://westerntimesnews.in/news/10719
તો સ્થળ પર જ દંડ કરે છે. અને જગ્યા સીલ પણ કરે છે. પરંતુ તાજેતરમાં બોપલ-નગરપાલિકા તરફથી જયાં જયાં મચ્છરોનું બ્રિડીગ વધુ પ્રમાણમાં જાવા મળે છે. ત્યાં નોટીસો તો આપે છે. પરંતુ દંડ ન કરતાં એવી શિક્ષા કરે છે કે તેમણે જીંદગી ભર યાદ રહે સાથે સાથે પર્યાવરણનો પ્રશ્નનો પણ ઉકેલ આવી જતો હોય છે. બોપલ ધુમા નગરપાલિકા દોષિતોને ૧૦૦૦ રોપા રોપવાની તથા ૧ વર્ષ સુધી જાળવણી કરવાની ફરજ પાડે છે.
બોપલમાં અત્યારે વિશાળ પ્રમાણમાં નવા નવા બાંધકામો ચાલે છે. અને ત્યાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જાવા મળે છે. મચ્છરોના ઉપદ્રવ પર અંકુશ મેળવવા તથા જે જે કન્સ્ટ્રકશન સાઈટો પર ભરાયેલા પાણીમાં મચ્છરોનું બ્રિડીગ થાય છે. તેવી કન્સ્ટ્રકશન સાઈટોના બીલ્ડર્સોને નોટીસ તો ફટકારે છે પરંતુ સાથે સાથે તે લોકોને છોડ વાવવા માટે પણફરજ પાડે છે. એક નહી
પરંતુ ૧૦૦૦ નાના નાના છોડવાની ફરજ પાડે છે. બોપલ નગરપાલિકાના અધિકારીઓને જયારે અચાનક ચેકીંગ કર્યું તો અનેક કન્સ્ટ્રકશન જગ્યાઓ પર મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રીડીગ નજરે પડયું હતું. બોપલ-ધુમા નગરપાલિકાના પ્રેસીડેન્ટ જીગીષા શાહ જણાવે છે કે નગરપાલિકા દંડ નથી કરતી, સાથેસાથે તેમની નિષ્ક્રીયતા માટે માફ પણ નથી કરતાં; પરંતુ તેમને૧૦૦૦ રોપાઓ રોપી તેનું એક વર્ષ સુધી મેઈન્ટેન કરવાની ફરજ પાડવામાં આવે છે. આમ કરવાથી બોપલ-ધુમા વિસ્તારમાં ગ્રીનરી વધતા પ્રદુષણ ઘટશે.
તાજેતરમાં દક્ષીણ બોપલમાં આવેલ સમ સાઉથવીન્ડ જે મેરી ગોલ્ડ સોસાયટીની સામે આવેલ ડેન્ગ્યુના ૯ કેસો મળી આવ્યા હતા. ત્યાં નગરપાલિકા દ્વારા તપાસ કરતાં ગ્રાઉન્ડફલોર પર મોટી સંખ્યામાં મચ્છરો જાવા મળ્યા હતાં.
અવારનવાર જાહેરાત કરવા છતાં બેદરકાર રહેતા લોકોને બોધપાઠ મળેતે માટે દંડ ન કરતા ત્યાંના રહીશોને ૧૦૦૦ રોપાઓ રોપવાની તથા ૧ વર્ષ સુધી તે રોપાઓની જાળવણી કરવા માટે જણાવ્યું હતું.