બોર્ડર ૨: વરુણ ધવનને સની દેઓલની સેનામાં જગ્યા મળી

મુંબઈ, સની દેઓલની મલ્ટિસ્ટાર ફિલ્મ ‘બોર્ડર ૨’ ૧૯૯૭માં બ્લોકબસ્ટર રહી હતી. દેશભક્તિથી તરબતર આ ફિલ્મનો બીજો ભાગ બનાવવા તૈયારીઓ શરૂ થઈ છે. આગામી ફિલ્મમાં સની દેઓલનો લીડ રોલ નિશ્ચિત છે, પંરતુ તેમની સાથેની અન્ય કાસ્ટને રીપિટ કરાઈ નથી. સનીએ નવી પેઢીના એક્ટર્સને પોતાની સાથે રાખવાનું વિચાર્યું છે.
નવેમ્બર મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે ત્યારે તેમાં સનીને સાથ આપવા વરુણ ધવનની પસંદગી થઈ છે. બોર્ડર ૨ને ભારતીય સિનેમાની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ બનાવવાની તૈયારી સાથે જંગી બજેટ રખાયું છે. આ ફિલ્મમાં વરુણ ધવનને મહત્ત્વનો રોલ ઓફર થયો છે.
ભારતીય ઓડિયન્સના હૃદયમાં ‘બોર્ડર’ ફિલ્મ ઊંડે સુધી ઘર કરી ગઈ છે. તેથી જ આ તેને કલ્ટ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. વરુણ નાનપણથી જ ‘બોર્ડર’થી પ્રભાવતિ છે અને હવે તેને સીક્વલમાં મહત્ત્વનો રોલ ઓફર થયો છે. નવેમ્બર મહિનાથી સીક્વલનું શૂટિંગ શરૂ થવાનું છે ત્યારે વરુણ ધવન તેમાં ડિસેમ્બરથી જોડાશે. વરુણની આગામી ફિલ્મ બેબી જ્હોન ડિસેમ્બરમાં આવી રહી છે.
તેની રિલીઝ પછી વરુણ ‘બોર્ડર ૨’ના સેટ પર જોવા મળશે. ‘બોર્ડર ૨’ન ૨૦૨૬મા ગણતંત્ર દિવસે રિલીઝ કરવામાં આવશે. ઓરિજિનલ ફિલ્મ જેવી જ મોટી કાસ્ટ રાખવાનું નક્કી છે. વરુણ અને સની સિવાય અન્ય ક્યાં સ્ટાર્સ જોવા મળશે તેના પર સૌની નજર છે.SS1MS