Western Times News

Gujarati News

#BorderGavaskarTrophy સ્ટેડિયમ ખાતે ઐતિહાસિક દિવસ

અમદાવાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ સાથે ગુરુવારે અમદાવાદ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે નિહાળવા પહોંચ્યા હતા. ત્યાં બંને દિગ્ગજ નેતાઓનું દર્શકોએ જોરદાર સ્વાગત કર્યુ હતું. #BorderGavaskarTrophy:A historic day at the Narendra Modi Stadium in Ahmedabad.

સ્ટેડિયમમાં પહોંચ્યા પછી, નેતાઓએ આશ્ચર્યચકિત દર્શકોના ઉલ્લાસ વચ્ચે સુવિધાનો પ્રવાસ કર્યો. બાદમાં, તેઓ તેમની સંબંધિત ક્રિકેટ ટીમના કેપ્ટન – રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથ (સ્ટેન્ડ કેપ્ટન) ને મળ્યા – અને લગભગ 25 મિનિટ સુધી રમત જોઈ હતી. દરમ્યાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ મોદી સાથે સેલ્ફી લીધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેડિયમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને સચિવ જય શાહે સ્વાગત કર્યું હતું.

2022માં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ચૂંટાયા ત્યારથી બંને દેશોના નેતાઓ વચ્ચે આ ચોથી બેઠક છે. તેઓ 11 માર્ચ સુધી ભારતની મુલાકાતે રહેશે.

ઓસ્ટ્રેલિયા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ડેકિન યુનિવર્સિટીની સુવિધા સ્થાપી રહ્યું છે. વડાપ્રધાન અલ્બેનીઝે પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે “મૈત્રી” નામની શિષ્યવૃત્તિ નીતિ શરૂ કરી.

આજે સવારે 4 વાગ્યાથી જ સ્ટેડિયમની બહાર લાઈનો લાગી ગઈ હતી.

પ્રધાનમંત્રી મોદીએ મેચ શરૂ થાય તે પહેલાં ક્રિકેટરોને મળ્યા હતા અને હાથ મિલાવ્યા હતા. તમામ ખેલાડીઓ પણ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે ઉત્સુક હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.